કૉલ્ડ વૉર પર વિરામ:કરીના કપૂર સાથેના ઝઘડા પર અમીષા પટેલ પહેલી જ વાર બોલી, મારા મનમાં તેના વિરુદ્ધ કંઈ જ નથી

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

'કહો ના પ્યાર હૈ' ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ કરીના કપૂર તથા અમીષા પટેલ વચ્ચે કૉલ્ડ વૉર ચાલતું હોવાની ચર્ચા છે. કહેવાય છે કે ફિલ્મ રિલીઝ થયા બાદ કરીનાએ અમીષાને ખરાબ એક્ટ્રેસ કહી હતી. ત્યારબાદ બંને એકબીજા પર કમેન્ટ કરતાં જોવા મળ્યાં હતાં. હવે વર્ષો બાદ અમીષા પટેલે આ અંગે વાત કરીને ઝઘડા પર પૂર્ણવિરામ મૂક્યું હતું.

હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં અમીષાએ કહ્યું હતું, 'મારું કોઈ દુશ્મન નથી. કરીના અનેક ગીતોમાં સુંદર લાગે છે અને તેણે અનેક ફિલ્મમાં સારું પર્ફોર્મન્સ આપ્યું છે. હું મારા મિત્રોને પણ કહેતી હોઉં છું કે તેણે કેટલું સારું કામ કર્યું છે. મને લાગે છે કે તે એક સુંદર મહિલા છે અને સારી એક્ટ્રેસ છે. મારા મનમાં તેના વિરુદ્ધ કંઈ જ નથી.'

અમીષાએ એમ પણ કહ્યું હતું કે તે કરીનાના પિતા રણધીર કપૂરના સંપર્કમાં રહે છે અને તેમની સાથે અવારનવાર વાત કરતી રહેતી હોય છે.

'કહો ના પ્યાર હૈ'માં અમીષાએ કરીનાને રિપ્લેસ કરી હતી
રાકેશ રોશને વર્ષ 2000માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'કહો ના પ્યાર હૈ'માં પહેલાં કરીના કપૂરને કાસ્ટ કરી હતી. કરીનાએ આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું હતું. જોકે, કરીનાની માતાને કારણે તેણે ફિલ્મ છોડવી પડી હતી. કરીના બાદ આ ફિલ્મમાં અમીષા પટેલની એન્ટ્રી થઈ હતી.

'ગદર 2'માં જોવા મળશે
વર્કફ્રન્ટની વાત કરીએ તો અમીષા 'ગદરઃ ધ કથા કન્ટીન્યૂ'માં સની દેઓલ સાથે જોવા મળશે.