• Home
  • Entertainment
  • Bollywood
  • Amar Singh Amitabh Bachchan | Amar Singh Health Condition Latest News And Updates: Amar Singh Sent Aplogy VideoTo Amitabh Bachchan From Singapore Hospital Bed

અમિતાભ સાથે સંબંધો બગડવાનું દુઃખ હતું / 5 મહિના પહેલાં અમર સિંહે અમિતાભને કહ્યું હતું, જિંદગી અને મૃત્યુ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છું, તમારા પરિવારને ખરું-ખોટું કહ્યું તેનો અફસોસ

Amar Singh Amitabh Bachchan | Amar Singh Health Condition Latest News And Updates: Amar Singh Sent Aplogy VideoTo Amitabh Bachchan From Singapore Hospital Bed
X
Amar Singh Amitabh Bachchan | Amar Singh Health Condition Latest News And Updates: Amar Singh Sent Aplogy VideoTo Amitabh Bachchan From Singapore Hospital Bed

  • અમર સિંહે ફેસબુક પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો, તેમાં તે ઘણા અશક્ત દેખાતા હતા
  • 2012માં એક ઇવેન્ટમાં જયા બચ્ચન સાથે બોલાચાલી થયા બાદ બંને પરિવારના સંબંધો વણસી ગયા હતા

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 06:39 PM IST

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સિતારાઓ સાથે ખાસ નજીકના સંબંધો ધરાવનાર ફેમસ સમાજવાદી પાર્ટીના મહાસચિવ અમર સિંહે દુનિયાને અલવિદા કહ્યું છે. અમર સિંહના એક સમયે અમિતાભ બચ્ચન અને તેમના પરિવાર સાથે ઘણા નિકટના સંબંધો હતો. જોકે, ત્યારબાદ મનભેદ થતા તેઓના સંબંધો વણસી ગયા હતા. તે ભેદને દૂર કરવા માટે 64 વર્ષીય અમર સિંહે 5 મહિના પહેલાં અમિતાભ બચ્ચન અને તેમના પરિવાર વિરુદ્ધ બોલવા બદલ અફસોસ જતાવ્યો હતો.

અમર સિંહે ટ્વીટ કર્યું હતું કે, આજે મારા પિતાજીની પુણ્યતિથિ છે અને મને આ માટે અમિતાભ બચ્ચન જીનો મેસેજ આવ્યો. જિંદગીના આ પડાવ પર જ્યારે હું જીવન અને મૃત્યુના સંઘર્ષ સામે લડી રહ્યો છું, હું અમિતજી અને તેમના પરિવાર પ્રત્યેના મારા ઓવર રિએક્શન માટે અફસોસ વ્યક્ત કરું છું. ભગવાન તેમને બધાને સુખી રાખે.

અમર સિંહે 10 વર્ષ જૂની વાતો યાદ કરી હતી
અમર સિંહે ટ્વીટ સિવાય ફેસબુક પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. તેમાં કહ્યું હતું કે, છેલ્લા 10 વર્ષોમાં હું માત્ર બચ્ચન પરિવારથી દૂર રહ્યો એટલું જ નહીં પરંતુ મેં એવી પણ ટ્રાય કરી કે તેમના હૃદયમાં મારા માટે નફરત ન હોય. પરંતુ, આજે અમિતાભ બચ્ચનજીએ ફરી મારા પિતાને યાદ કર્યા તો મને એવું લાગ્યું કે આ સિંગાપુરમાં 10 વર્ષ પહેલાં કિડનીની બીમારી માટે હું અને અમિતજી લગભગ 2 મહિના સુધી સાથે રહ્યા હતા અને ત્યારબાદ અમારો સાથ છૂટતો ગયો.

10 વર્ષ વીતી ગયા છતાં તેઓ સતત અનેક પ્રસંગે, તે પછી મારો જન્મદિવસ હોય કે પિતાજીની પુણ્યતિથિ.. તે દરેક પ્રસંગને યાદ રાખી સમયસર તેમની ફરજ બજાવતા. મને લાગે છે કે મેં બિનજરૂરી રીતે ગુસ્સો દેખાડ્યો. 60થી ઉપર જીવનની સંધ્યા હોય છે. એકવાર ફરી હું જિંદગી અને મૃત્યુના પડકાર વચ્ચેથી પસાર થઇ રહ્યો છું. તેઓ મારાથી ઉંમરમાં મોટા છે માટે મારે તેમના પ્રત્યે મૃદુતા રાખવાની હતી અને જે કડવી વાણી મેં બોલી તેના માટે દુઃખ વ્યક્ત કરી દેવું જોઈએ.

મારા મનમાં કડવાશ અને નફરતથી વધારે તેમના વ્યવહાર માટે નિરાશા હતી, પરંતુ તેમના મનમાં કડવાશ કે નિરાશા કઈ જ ન હતું. ઈશ્વરને એ જ પ્રાર્થના છે કે બધાને ભગવાન તેમના કર્મ અનુસાર યોગ્ય ન્યાય આપે. આપણે ખુદ એ વાતમાં સામેલ થવાને બદલે બધું ઈશ્વર પર છોડી દેવું જોઈએ. અમિતજી ખૂબ ખૂબ આભાર.

જયા બચ્ચન અને અમર સિંહ વચ્ચે બોલાચાલી થતા સંબંધો વણસી ગયા હતા
અમર સિંહના જણાવ્યા મુજબ, 2012માં અનિલ અંબાણીની પાર્ટમાં જયા બચ્ચન સાથે બોલાચાલી થયા બાદ બંને પરિવાર વચ્ચેના સંબંધોમાં અંતરાશ પડી હતી. તેમણે કહ્યું હતું, તે બોલાચાલીમાં અમિતાભે તેમની પત્નીનો સપોર્ટ કર્યો હતો. ત્યારથી અમારા વચ્ચેનું અંતર વધી ગયું હતું.

બચ્ચન પરિવાર પર ઘણા આરોપ લગાવ્યા હતા
એક સમયે બચ્ચન પરિવાર સાથે નિકટના સંબંધ રાખનાર અમર સિંહ 2012થી આ પરિવારથી ઘણા અલગ થઇ ગયા હતા. એક મ્યુઝિક આલ્બમના લોન્ચિંગ દરમ્યાન અમર સિંહે કહ્યું હતું કે, અમિતાભ બચ્ચન એવા એક્ટર છે જે ઘણા ગુનાહિત કેસમાં સામેલ છે. પનામા પેપર્સ વિવાદમાં પણ તેમનું નામ આવ્યું હતું.

એક અન્ય કાર્યક્રમ દરમ્યાન અમર સિંહે એવું પણ કહ્યું હતું કે, ઐશ્વર્યા મને ઘણું સમ્માન આપે છે. અભિષેકે પણ આજ સુધી મારી વિરુદ્ધ કઈ નથી કહ્યું. મને અમિતાભ બચ્ચન સાથે પણ કોઈ વાંધો નથી. તેમને ખુદ મને ચેતવણી આપી હતી કે જયા બચ્ચનને રાજકારણમાં ન લાવો. મેં જ તેમની સલાહ ન માની.

વર્ષ 2006માં બિપાશા સાથેની ઓડિયો ટેપ વાઈરલ થઈ હતી
વર્ષ 2006માં બિપાશા બાસુ તથા અમર સિંહની એક ઓડિયો ટેપ વાઈરલ થઈ હતી. આ ટેપ બાદ બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, બિપાશાએ પછીથી સ્પષ્ટતા કરી હતી કે તે ટેપમાં તેનો અવાજ નહોતો. અમર સિંહે પણ કહ્યું હતું કે આ ટેપમાં બિપાશા બાસુનો અવાજ નહોતો. અમર સિંહનો બોલિવૂડ સાથે ખાસ લગાવ હતો. સંજય દત્ત તથા જયા પ્રદાને સમાજવાદી પાર્ટીમાં લાવવાનું શ્રેય પણ અમર સિંહને જ જાય છે. બચ્ચન પરિવાર સાથે એક સમયે અમર સિંહના ઘણાં જ નિકટના સંબંધો હતા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી