તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલેબ લાઈફ:એરપોર્ટ પર અનુષ્કાએ દીકરીનો ચહેરો છુપાવ્યો છતાં વામિકાની નાનકડી ઝલક દેખાઈ, યુઝર્સે કહ્યું- બાળકને ગૂંગળામણ થતી હશે

મુંબઈ20 દિવસ પહેલા
  • ટીમ ઈન્ડિયા ઇંગ્લેન્ડમાં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે રવાના થઈ
  • અનુષ્કાએ દીકરી વામિકાને છાતી સરસી ચાંપેલી હતી

બોલિવૂડમાં ઘણાં સેલેબ્સ એવા છે, જે પોતાનું અંગત જીવન પ્રાઈવેટ રાખવા માગે છે અને તેઓ સંતાનોની તસવીરો પણ સો.મીડિયામાં પોસ્ટ કરતાં નથી. બોલિવૂડનું આવું જ એક કપલ અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી છે. અનુષ્કાએ જાન્યુઆરીમાં દીકરી વામિકાને જન્મ આપ્યો હતો.

મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા
હાલમાં જ વિરાટ કોહલી પત્ની તથા દીકરી સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. ઈન્ડિયન ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડમાં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે રવાના થઈ હતી. આ સમયે અનુષ્કા-વામિકા પણ વિરાટ સાથે જોવા મળ્યા હતા. અનુષ્કાએ દીકરીને છાતી સરસી ચાંપેલી હતી. વામિકા ઊંઘમાં હોય તેમ લાગતું હતું. જોકે, અનુષ્કાએ એ વાતનું બરોબર ધ્યાન રાખ્યું હતું કે દીકરીનો ચહેરો બિલકુલ ના દેખાય. તેણે બરોબર રીતે ચહેરો કવર કરીને રાખ્યો હતો, તેમ છતાંય ફોટોગ્રાફર્સે દીકરીની નાનકડી ઝલક કેમેરામાં કેપ્ચર કરી લીધી હતી.

મુંબઈ એરપોર્ટ પર અનુષ્કા-વામિકા તથા વિરાટ

સો.મીડિયા યુઝર્સ ગુસ્સે થયા
સો.મીડિયામાં અનુષ્કા-વામિકાની તસવીર વાઇરલ થતાં જ સો.મીડિયા યુઝર્સે વાંધો ઉઠાવ્યો હતો. કેટલાંક યુઝર્સે કહ્યું હતું કે આ રીતે કવર કરવાથી બાળકને ગૂંગળામણ થતી હશે. અન્ય એકે કમેન્ટ કરી હતી કે એક દિવસ તમે સ્ટાર બનાવીને લૉન્ચ કરશો અને મીડિયા સામે લાવશો, અત્યારે આ રીતે ચહેરો કવર કરવાનો શું ફાયદો? અનુષ્કા-વિરાટના ફૅન ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થયા હતા. તેમણે સો.મીડિયામાં કમેન્ટ્સ કરી હતી કે બાળકી શાંતિથી સૂતી છે, તેને આ રીતે હેરાન કરવી જોઈએ નહીં. કેમેરાની ફ્લેશ બાળકો માટે હાનિકારક છે. તો કેટલાંકે કમેન્ટ્સ કરી હતી કે ફોટોગ્રાફર્સને શરમ આવવી જોઈએ. તેઓ પેરેન્ટ્સની ઈચ્છાને પણ માન આપતા નથી. વિરાટ-અનુષ્કા નથી ઈચ્છતા કે તેમની દીકરીની તસવીર ક્લિક કરવામાં આવે, છતાં કેમ ફોટોગ્રાફર્સ સમજતા નથી.

હાલમાં જ અનુષ્કા-વિરાટે ફંડરેઝરની શરૂઆત કરી હતી
ભારતમાં કોરોનાની બેકાબૂ સ્થિતિ બાદ ક્રિકેટર વિરાટ કોહલી તથા તેની પત્ની અનુષ્કા શર્માએ જરૂરિયાતમંદ લોકો માટે પૈસા ભેગા કરવાનું અભિયાન શરૂ કર્યુ હતું. વિરાટ તથા અનુષ્કાએ ચાહકોને આ અભિયાનમાં મદદ કરવાની અપીલ કરી હતી. અનુષ્કા તથા વિરાટે આ ફંડમાં રૂપિયા 2 કરોડનું દાન આપ્યું હતું.

11 જાન્યુઆરીએ દીકરીને જન્મ આપ્યો
32 વર્ષીય અનુષ્કાએ સોમવાર, 11 જાન્યુઆરીના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં આ ન્યૂઝ શૅર કર્યાં હતાં અને ચાહકોને પ્રાઈવસીનું સન્માન કરવાની અપીલ કરી હતી. અનુષ્કા તથા વિરાટે ફોટોગ્રાફર્સને ગિફ્ટ હેમ્પર આપીને વિનંતી કરી હતી કે તેઓ દીકરીની તસવીર ક્લિક ના કરે. નોંધનીય છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 2013માં ડેટિંગ શરુ કર્યું હતું. એ પછી બંનેના લગ્નની ચર્ચાઓ પણ શરુ થઇ ગઈ હતી. અનુષ્કા અને વિરાટે 11 ડિસેમ્બર 2017ના રોજ ઇટાલીમાં ફ્લોરન્સમાં લગ્ન કર્યા હતા. લગ્નનાં 3 વર્ષ પછી તેમને ત્યાં દીકરીનો જન્મ થયો છે.