વાઇરલ વીડિયો:અંબાણી પરિવારની સાથે દીપિકા-રણવીરે ગણેશ વિસર્જન કર્યું, એક્ટર ડાન્સ કરતો જોવા મળ્યો

મુંબઈએક મહિનો પહેલા

બોલિવૂડ સ્ટાર-કપલ રણવીર સિંહ તથા દીપિકા પાદુકોણ બિઝનેસમેન મુકેશ અંબાણીના ગણેશ વિસર્જનમાં હાજર રહ્યા હતા. ગુરુવાર, પહેલી સપ્ટેમ્બરના રોજ મુકેશ અંબાણીના પરિવારે ગણેશ વિસર્જન કર્યું હતું.

ખુલ્લી ટ્રકમાં જોવા મળ્યા
રણવીર તથા દીપિકા ફૂલોથી શણગારેલી ટ્રકમાં જોવા મળ્યા હતા. રણવીર સિંહ વ્હાઇટ કુર્તા-પાયજામામાં તથા દીપિકા ક્રિમ સલવાર-કમીઝમાં જોવા મળી હતી. રણવીર સિંહ 'અગ્નિપથ'ના ગીત 'દેવા શ્રી ગણેશા..' પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. ટ્રકમાં શ્લોકા અંબાણી તથા રાધિકા મર્ચન્ટ પણ હતા. ટ્રકની આસપાસ ઓરેન્જ કુર્તામાં ઢોલ વગાડતા કેટલાંક માણસો પણ જોવા મળ્યા હતા.

હાલમાં જ ફિલ્મફેર અવૉર્ડમાં જોવા મળ્યા
રણવીર તથા દીપિકા હાલમાં જ ફિલ્મફેર અવૉર્ડમાં જોવા મળ્યા હતા. રણવીર સિંહને ફિલ્મ '83' માટે બેસ્ટ એક્ટરનો અવૉર્ડ મળ્યો હતો. રણવીરે અવૉર્ડ શોમાં 'ખલીબલી..' સોંગ પર પર્ફોમ કર્યું હતું. આટલું જ નહીં અર્જુન કપૂર સાથે મળીને રણવીરે શો હોસ્ટ પણ કર્યો હતો. દીપિકાએ શોમાં આવીને રણવીરને સરપ્રાઇઝ આપી હતી. દીપિકા બ્લૂ શર્ટ ને ડેનિમમાં જોવા મળી હતી.

રણવીર સિંહના વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે તે 'જયેશભાઈ જોરદાર'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નહોતી. હવે તે કરન જોહરની ફિલ્મ 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની'માં આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. રોહિત શેટ્ટીની ફિલ્મ 'સર્કસ'માં પણ રણવીર સિંહ કામ કરી રહ્યો છે. દીપિકા ફિલ્મ 'પઠાન'માં શાહરુખ ખાન સાથે જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. પ્રભાસ સાથે 'પ્રોજેક્ટ K'માં કામ કરી રહી છે. 'ફાઇટર'માં હૃતિક રોશન સાથે પહેલી જ વાર સ્ક્રિન શૅર કરશે.

અન્ય સમાચારો પણ છે...