બોક્સ ઓફિસ જંગ:અલ્લુ અર્જુનની 'પુષ્પા'એ કમાણીમાં 'સ્પાઇડરમેન..'ને પછાડી, ભારતમાં ત્રણ દિવસમાં 144 કરોડની કમાણી કરી

મુંબઈએક મહિનો પહેલા
  • ભારતમાં 'પુષ્પા' 17 ડિસેમ્બરે તો 'સ્પાઇડરમેન' 16 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની 'પુષ્પાઃ ધ રાઇઝ'એ ભારતમાં ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શનમાં 'સ્પાઇડર મેનઃ નો વે હોમ'ને પાછળ મૂકી દીધી છે. 'સ્પાઇડર મેન' ભારતમાં 16 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી અને 'પુષ્પા' 17 ડિસેમ્બરે આવી હતી.

'પુષ્પા'એ ફર્સ્ટ વીકેન્ડમાં 144 કરોડની કમાણી કરી
ટ્રેડ પંડિતોના મતે, 'સ્પાઇડર મેનઃ નો વે હોમ'એ ફર્સ્ટ વીકેન્ડમાં ઇન્ડિયન માર્કેટમાં 110.15 કરોડનું ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. 'પુષ્પા'એ ભારતમાં તમામ ભાષામાં રિલીઝના ફર્સ્ટ વીકેન્ડમાં ગ્રોસ 144 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ રીતે 'પુષ્પા'એ 'સ્પાઇડરમેન'ને કમાણીમાં પાછળ મૂકી દીધું છે.

'પુષ્પા'ના હિંદી વર્ઝને 4 દિવસમાં 16 કરોડ કમાયા
ઉલ્લેખનીય છે કે 'પુષ્પા'ના હિંદી વર્ઝને ચાર દિવસમાં 16.09 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ચોથા દિવસે એટલે કે સોમવાર, 20 ડિસેમ્બરે ફિલ્મે 4.25 કરોડની કમાણી કરી હતી. પહેલાં દિવસે 3.11, બીજા દિવસે 3.55 તથા ત્રીજા દિવસે 5.18 કરોડનું કલેક્શન રહ્યું હતું.

નોંધનીય છે કે 'પુષ્પાઃ ધ રાઇઝ'ને સુકુમારે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન ઉપરાંત રશ્મિકા મંદાના છે. તો 'સ્પાઇડર મેન..'માં ટોમ હોલેન્ડ તથા ઝેન્ડાયા લીડ રોલમાં છે. ફિલ્મને જ્હોન વોટ્સે ડિરેક્ટ કરી છે.