અલ્લુ અર્જુન હાલમાં તેની સુપરહિટ ફિલ્મ 'પુષ્પા'ની સિક્વલ 'પુષ્પા 2'નું શૂટિંગ કરી રહ્યો છે.સૂત્રોના જણાવ્યા અનુસાર હવે આ ફિલ્મમાં રણવીર સિંહની એન્ટ્રી થવાની છે. આ ફિલ્મમાં રણવીર પોલીસના રોલમાં જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે, રણવીર આ પહેલા ફિલ્મ 'સિમ્બા'માં પોલીસના રોલમાં જોવા મળી ચૂક્યો છે.
રણવીરનું પાત્ર ઘણું મહત્ત્વનું હશે
એક રિપોર્ટ અનુસાર, આ ફિલ્મમાં રણવીર પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવશે જે પુષ્પા રાજનો પરિચય કરાવશે. માનવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મમાં રણવીરનું પાત્ર ખૂબ જ મહત્ત્વપૂર્ણ હશે. આવી સ્થિતિમાં, દર્શકો આ જાણવા માટે ખૂબ જ ઉત્સાહિત છે અને ફિલ્મના આ ભાગમાંથી જબરદસ્ત એક્શન અને ટ્વિસ્ટની અપેક્ષા રાખી રહ્યા છે.
ઈન્ડસ્ટ્રીના મોટાં નામો સામેલ થશે
એવી પણ ચર્ચા છે કે, ફિલ્મના દિગ્દર્શક સુકુમાર તેને મોટી બનાવવા માટે તેમાં ઘણા કેમિયો રોલ લાવશે. આ પાત્રો ઈન્ડસ્ટ્રીના મોટા કલાકારો ભજવશે. આ બધા સિવાય અભિનેતા ફહદ ફૈસીલને ફિલ્મ માટે કાસ્ટ કરવામાં આવ્યો છે.
ફિલ્મનો ત્રીજો ભાગ બની શકે છે
ફિલ્મ વિશે વાત કરીએ તો, અલ્લુ અર્જુને આ વર્ષે માર્ચમાં જાહેરાત કરી હતી કે, 'પુષ્પા 2'નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ બની શકે છે. આ વિશે વાત કરતાં ડિરેક્ટર સુકુમારે કહ્યું હતું કે, 'અમે આ ફિલ્મનો ત્રીજો ભાગ બનાવવાનું પણ વિચારી રહ્યા છીએ. અમારી પાસે સ્ક્રિપ્ટ છે અને જો નિર્માતાઓને તે ગમશે તો અમે ચોક્કસપણે તેનો ત્રીજો ભાગ બનાવીશું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.