સાઉથ સ્ટારનું વૈભવી જીવન:અલ્લુ અર્જુન 360 કરોડની સંપત્તિનો માલિક છે, હૈદરાબાદમાં 100 કરોડનું આલીશાન ઘર

હૈદરાબાદએક મહિનો પહેલા
  • અલ્લુ અર્જુનની વેનિટી વેનની કિંમત જ 7 કરોડ રૂપિયા છે

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ પાર્ટ 1'એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. ફિલ્મમાં અલ્લુ અર્જુનની એક્ટિંગના ઘણાં જ વખાણ થઈ રહ્યા છે. અલ્લુનો જન્મ 8 એપ્રિલ, 1983માં ચેન્નઈમાં થયો છે. અલ્લુ 2 વર્ષનો હતો ત્યારથી ફિલ્મમાં કામ કરી રહ્યો છે. 1985માં પહેલી તેલુગુ ફિલ્મ 'વિજેતા' આવી હતી. આ ફિલ્મમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે જોવા મળ્યો હતો. 2003માં 'ગંગોત્રી'માં લીડ એક્ટર તરીકે જોવા મળ્યો હતો. અત્યાર સુધી તેણે 'આર્ય', 'આર્ય 2', 'યેવડુ', 'ના પેરુ સૂર્યા, ના ઇલુ ઇન્ડિયા' જેવી 20થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અલ્લુ એક ફિલ્મ માટે 16-18 કરોડ રૂપિયા લે છે. તે પોતાની લેવિશ લાઇફ સ્ટાઇલ માટે જાણીતો છે. તેની સંપત્તિ 360 કરોડ રૂપિયાની હોવાની ચર્ચા છે.

100 કરોડના ઘરમાં રહે છે
અલ્લુ અર્જુનના હૈદરાબાદ સ્થિત બંગલાની કિંમત 100 કરોડથી પણ વધુ છે. જ્યુબલી હિલ્સ સ્થિત ઘરનું ઇન્ટિરિયર આમિર તથા હામિદાએ કર્યું છે. અલ્લુનું ઘર બહારથી બોક્સ જેવું લાગે છે, પરંતુ તેની ઇન્ટિરિયર ઘણું જ જોવાલાયક છે. ઘરની અંદર શાનદાર કોરિડોર છે.

અલ્લુ લક્ઝૂરિયસ કારનો માલિક
અલ્લુ અનેક લક્ઝૂરિયસ કાર્સનો માલિક છે. અલ્લુ પાસે રેન્જ રોવર, મર્સિડિઝ, ઓડી તથા BMW જેવી કાર્સ છે. અલ્લુ પાસે BMW X6 Coupe કાર છે. આ કારનો નંબર 666 છે. આ ઉપરાંત જગુઆર તથા પોર્શે જેવી કાર પણ છે.

વેનિટી વેનની કિંમત 7 કરોડ
રિપોર્ટ્સ પ્રમાણે, અલ્લુની વેનિટી વેનનું નામ ફાલ્કન છે. આની કિંમત 7 કરોડ રૂપિયા છે. રેડ્ડી કસ્ટમ્સે આ વેનિટી વેન મોડીફાઇ કરી છે. વેનિટી વેનમાં AA (અલ્લુ અર્જુન)નો લોગો પણ લગાવવામાં આવ્યો છે. આ વેનિટી વેન તૈયાર કરવામાં 5 મહિના થયા હતા. ઇન્ટિરિયર પાછળ 3.5 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

લગ્નને 10 વર્ષ થયા
અલ્લુએ 6 માર્ચ, 2011ના રોજ સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે સંતાનો અયાન તથા અરહા છે. અલ્લુ અવાર-નવાર સો.મીડિયામાં પરિવારની તસવીરો શૅર કરતો હોય છે.