અલ્લુ અર્જુન ભારતનો ત્રીજો હાઇએસ્ટ પેડ એક્ટર:એક્ટરે 'પુષ્પા 2' માટે 125 કરોડ રૂપિયા લીધા, ફિલ્મનું બજેટ 450 કરોડ

હૈદરાબાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોક્સ ઓફિસ પર 'પુષ્પા'એ ધૂમ મચાવી હતી. હવે મેકર્સ આ ફિલ્મનો બીજો ભાગ બનાવી રહ્યા છે. બીજા ભાગ માટે ફિલ્મના લીડ એક્ટર અલ્લુ અર્જુનને મસમોટી રકમ ઑફર કરી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, 'પુષ્પા 2' માટે અલ્લુ અર્જુનને 125 કરોડ રૂપિયાની ફરી આપવામાં આવી છે. આ ફી બાદ અલ્લુ અર્જુન ભારતનો ત્રીજો હાઇએસ્ટ પેડ એક્ટર બન્યો છે.

ફિલ્મનું બજેટ કેટલું છે?
'પુષ્પા ધ રૂલ'નું બજેટ 450 કરોડ રૂપિયા હોવાની ચર્ચા છે. આ ફિલ્મને સુકુમાર ડિરેક્ટ કરશે. ફિલ્મમાં રશ્મિકા મંદાના, ફહાદ ફસિલ જેવા કલાકારો છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ ડિસેમ્બરમાં રિલીઝ થશે તેમ માનવામાં આવે છે. ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયાથી શરૂ થશે.

સલમાન ખાન-અક્ષય કુમાર હાઇએસ્ટ પેડ એક્ટર
સલમાન ખાનને સાજીદ નડિયાદવાલાની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' માટે 125 કરોડ રૂપિયા મળ્યા છે. આ રીતે અલ્લુ અર્જુને બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની ફી સાથે બરોબરી કરી છે. અક્ષય કુમારને 'કઠપૂતલી' માટે અંદાજે 135 કરોડ રૂપિયા મળ્યા હોવાની ચર્ચા છે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં પહેલો ભાગ રિલીઝ થયો હતો
'પુષ્પા' ઓરિજિનલી તેલેગુમાં રિલીઝ થઈ હતી. જ્યારે હિંદી, તમિળ, કન્નડ તથા મલયાલમમાં ડબ કરવામાં આવી હતી. આ ફિલ્મ ગયા વર્ષે 17 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મે વર્લ્ડવાઇડ 400 કરોડથી વધુની કમાણી કરી હતી.