તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારાજ:રણવીરની નવી જાહેરાત પર સુશાંતનું અપમાન કરવાનો આક્ષેપ, ચાહકોના આક્રોશ બાદ કંપનીએ ચોખવટ કરી

મુંબઈ5 દિવસ પહેલા

હાલમાં જ સ્નેક બ્રાન્ડ બિંગોએ નવી જાહેરાત રિલીઝ કરી હતી. આ જાહેરાતમાં રણવીર સિંહ છે. જોકે, દિવંગત સુશાંત સિંહ રાજપૂતના ચાહકોએ આ જાહેરાત એક્ટરના અપમાન તરીકે જોઈ છે. ચાહકોનો આક્ષેપ છે કે રણવીરે વીડિયોમાં ફિઝિક્સની ટર્મ્સમનો ઉપયોગ કરીને જે મોનોલોગ કહ્યો છે, તે સુશાંતની મજાક ઉડાવે છે. વિવાદ એ હદે વધ્યો કે સ્નેક બ્રાન્ડે જાહેરાત પર સ્પષ્ટતા આપી હતી.

વીડિયોમાં શું છે?
વીડિયોમાં રણવીર બિંગોનું પેકેટ હાથમાં લઈ વૃદ્ધો-મોટેરાઓની વચ્ચે ઘેરાયેલો છે. આ તમામ લોકો રણવીરને પૂછે છે, 'બેટા, આગે કા ક્યા પ્લાન હૈ?' જવાબમાં રણવીર ઘણી જ સ્પીડમાં મોનોલોગ 'પેરાડોક્સિકલ ફોટોઝ ઓફ અતરંગી અલ્ગોરિથમ કો E = mc2 મેં લગાકર ઈન્ટરસ્ટેલર મિત્ર મંડલ કોન્ફરન્સ કે એલિયન્સ કી ફીલિંગ્સ મેચ કરને કા પ્લાન હૈં', બોલે છે. આ મોનોલોગમાં ફિઝિક્સની ટર્મ્સનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા યુઝર્સે આ રીતે પ્રતિક્રિયા આપી
એક યુઝરે કહ્યું હતું, 'રણવીર સિંહ કેવી રીતે SSRની મજાક ઉડાવી શકે? તારી હિંમત કેવી રીતે થઈ? જોકર. તું આખી દુનિયાની નફરતનો હકદાર છો.'

અન્ય એક યુઝરે કહ્યું હતું, 'પેરાડોક્સિકલ ફોન્ટો, E = mc2, એલિયન્સની ફીલિંગ..આ બધાનો ઉપયોગ કરીને તારો અર્થ શું છે? તમે એવા વ્યક્તિને ટાર્ગેટ કરો છો, જે પોતાને બચાવી પણ ના શક્યો, પરંતુ અમે બચાવ કરીશું.'

એક યુઝરે કહ્યું હતું, 'જુઓ કેવી રીતે રણવીર સિંહ તથા બિંગો સાથે મળીને SSRની મજાક ઉડાવી રહ્યા છે? તેની ટેગલાઈન 'બ્રાન્ડ ભારત કા, લેકિન ભારત પર ગૌરવ નહીં', એવી જોઈએ.

એક યુઝરે કમેન્ટ કરતાં કહ્યું હતું, 'રણવીર સિંહ, તું કેટલો બકવાસ માણસ છે? સુશાંત સિવાય કોઈને સાયન્સ અંગે વાત કરતાં સાંભળ્યા નથી. તમે લોકોએ તેની મજાક ઉડાવવામાં કંઈ બાકી રાખ્યું નથી. તેની આત્માનું કંઈક તો સન્માન કરો.'

કંપનીએ શું ચોખવટ કરી?
DNAના રિપોર્ટ પ્રમાણે, જ્યારે સોશિયલ મીડિયામાં બિંગોને બૉયકોટ કરવાની માગણી ઊઠે તો કંપનીએ ચોખવટ કરી હતી અને કહ્યું હતું કે આ જાહેરાત સુશાંત સિંહ રાજપૂતના મોત પહેલા ગયા વર્ષે ઓક્ટોબર 2019માં શૂટ કરવામાં આવી હતી. કોરોનાને કારણે બિંગો પોતાની નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી શક્યું નહીં. આથી જ આ જાહેરાત આ વર્ષે રિલીઝ કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો