તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:દિલીપ જોષીએ પત્ની સાથે કોરોનાની વેક્સિન લીધી, કહ્યું- 'અસલી મજા JAB કે સાથ આતા હૈ'

મુંબઈએક મહિનો પહેલા
  • બચ્ચન પરિવાર, મલાઈકાએ પણ કોરોના વેક્સિનનો ફર્સ્ટ ડોઝ લીધો

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોષીએ પત્ની જયમાલા સાથે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. દિલીપ જોષીએ સો.મીડિયામાં આ અંગેની તસવીર શૅર કરી હતી.

શું કહ્યું દિલીપ જોષીએ?

જેઠાલાલે તસવીર શૅર કરીને કહ્યું હતું, 'અસલી મજા તો JAB (ઈન્જેક્શન લેવું) કે સાથ આતા હૈ. મેં અને મારી પત્નીએ કોવિડ 19ની વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો છે. જેઓ વેક્સિન માટે ક્વોલિફાય છે અથવા તો તમે ક્વોલિફાય હોય તેવા લોકોને ઓળખે છો તો તેમની મદદ કરો. ક્વોલિફાય થનાર દરેક વ્યક્તિ વેક્સિન લે તેવું સુનિશ્ચિત કરે. આ પ્રક્રિયામાં બીજાની મદદ કરો. હોસ્પિટલના કર્મચારીઓનો ઘણો જ આભાર. ઘણો જ સહજ અનુભવ થયો.'

મલાઈકાએ પણ વેક્સિનનો ફર્સ્ટ શોટ લીધો

મલાઈકાએ પણ સો.મીડિયામાં વેક્સિનનો પહેલો ડોઝ લીધો તેની તસવીર શૅર કરી હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મલાઈકાને કોરોના થયો હતો. તે ઘરમાં જ પ્રેમી અર્જુન કપૂર સાથે આઈસોલેટ થઈ હતી.

બિગી બીએ પરિવાર સાથે વેક્સિન લીધી
અમિતાભ બચ્ચને કોરોનાની વેક્સિનનો ફર્સ્ટ ડોઝ લીધો છે. 78 વર્ષીય અમિતાભે ગુરુવાર, 1 એપ્રિલની મોડી રાત્રે સો.મીડિયામાં આ અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું, 'થઈ ગયું. મારું કોવિડ વેક્સિનેશન, આજે બપોરે. બધું જ સારું છે.'

બિગ બીની સો.મીડિયા પોસ્ટ
બિગ બીની સો.મીડિયા પોસ્ટ

અભિષેકે વેક્સિન લીધી નથી
બિગ બીએ બ્લોગમાં પણ આ અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે અભિષેક સિવાય તમામ ફેમિલી મેમ્બર્સે કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. અમિતાભના મતે, 'વેક્સિનેશન થઈ ગયું. બધું જ ઠીક છે. કાલે ફેમિલી મેમ્બર્સ તથા સ્ટાફનો કોવિડનો ટેસ્ટ કરાવ્યો હતો. પરિણામ આજે આવી ગયું અને બધું સારું છે. તમામનો રિપોર્ટ નેગેટિવ છે. આથી વેક્સિનેશન કરાવી લીધું. તમામ ફેમિલી મેમ્બર્સનું થઈ ગયું. અભિષેકને છોડીને. તે થોડાં દિવસ બાદ પરત આવશે અને વેક્સિનેશન કરાવશે.'

અભિષેક શૂટિંગમાં વ્યસ્ત
અભિષેક બચ્ચન હાલમાં ઉત્તર પ્રદેશના આગ્રામાં ફિલ્મ 'દસવી'ના શૂટિંગમાં વ્યસ્ત છે. તુષાર જલોટાના ડિરેક્શનમાં બનતી આ ફિલ્મનું શિડ્યૂઅલ બે દિવસ પહેલાં જ પૂરું થયું છે.

ગયા વર્ષે બચ્ચન પરિવારને કોરોના થયો હતો
ગયા વર્ષે જયા બચ્ચન સિવાય બચ્ચન પરિવારના તમામ સભ્યો (બિગ બી, અભિષેક, ઐશ્વર્યા-આરાધ્યા) કોરોનાની ચપેટમાં આવી ગયા હતા. અમિતાભ તથા અભિષેક 11 જુલાઈના રોજ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ રહ્યા હતા. 22 દિવસ સુધી એડમિટ રહ્યા બાદ અમિતાભ 2 ઓગ્સટ, 2020ના રોજ ડિસ્ચાર્જ થયા હતા. અભિષેક 28 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યો હતો.

12 જુલાઈના રોજ ઐશ્વર્યા તથા આરાધ્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમનામાં કોઈ લક્ષણો ના હોવાથી તેઓ ઘરમાં જ આઈસોલેશમાં રહ્યાં હતાં. જોકે, 17 જુલાઈના રોજ બંનેની તબિયત ખરાબ થતાં તેમને પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 10 દિવસ હોસ્પિટલમાં રહ્યાં હતાં અને 11મા દિવસે રજા આપવામાં આવી હતી.

આ સેલેબ્સે કોરોનાની વેક્સિન લીધી

સલમાને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં કોરોનાની વેક્સિન લીધી હતી
સલમાને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં કોરોનાની વેક્સિન લીધી હતી

ઘણાં બોલિવૂડ સેલેબ્સે વેક્સિન લીધી છે. સલમાન-સંજય દત્ત, સૈફ અલી ખાન, રાકેશ રોશન, પરેશ રાવલ, સતીષ શાહ, શિલ્પા શિરોડકર, જ્હોની લીવર, મેઘના નાયડુ, શર્મિલા ટાગોર, નીના ગુપ્તા, કમલ હસન, હેમા માલિની, ધર્મેન્દ્ર, અનુપમ ખેર, ગજરાજ રાવ, પરેશ રાવલ, નાગાર્જુન સહિતના સેલેબ્સે વેક્સિન લગાવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો