તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોલિવૂડમાં રાઈટર, ડિરેક્ટર તથા ફિલ્મમેકર અપૂર્વ અસરાનીએ ગયા વર્ષે સો.મીડિયામાં રિલેશનશિપની જાહેરાત કરીને તમામને નવાઈમાં મૂકી દીધા હતા. હવે અપૂર્વ અસરાનીએ પોતાના પાર્ટનર સિદ્ધાંત પિલ્લાઈથી અલગ થયાની જાહેરાત કરી હતી.
સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી
અપૂર્વ અસરાનીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'તમને તમામને દુઃખી હૈયે કહેવું પડે છે કે હું અને સિદ્ધાંત અલગ થઈ ગયા છીએ. મને ખ્યાલ છે કે અમને LGBTQ સમુદાયના રોલ મોડલ તરીકે જોવામાં આવતા હતા, પરંતુ હું તમને કહેવા માગીશ કે આ 14 વર્ષનો દરેક દિવસ મહત્ત્વપૂર્ણ હતો.'
વધુમાં અપૂર્વે કહ્યું હતું, 'એક જ સેક્સના કપલ્સ માટે ભારતમાં કોઈ રેફરન્સ કે કોઈ રોલ મોડલ નથી હોતા, જેમાંથી તમે પ્રેરણા લઈ શકો. અમને લાગતું હતું કે અમે અમારો રસ્તો જાતે પસંદ કરી લીધો છે. અમે ભારતની પહેલી પેઢી છીએ, જેમણે પોતાના પ્રેમને પૂરી રીતે જીવ્યો છે. આથી જ હું કોઈ પણ પસ્તાવા વગર આ લખી રહ્યો છું. હું તમને તમામને અનુરોધ કરું છું કે અમારી પ્રાઈવસી તથા ફીલિંગ્સનું સન્માન કરો અને કોઈ પણ અટકળો ના લગાવો. બધું જ અમારી પર છોડી દો. તમારા મેસેજમાં અમને ટૅગ ના કરો. આ અમારા માટે બહુ જ મુશ્કેલભર્યો સમય છે.'
અપૂર્વએ આગળ કહ્યું હતું, 'હું આ બધું એ વાત સાથે પૂરું કરવા માગું છું કે હજી પણ આશા છે. સિદ્ધાંત માટે, મારા માટે અને તે તમામ માટે, જે પ્રેમ ઈચ્છે છે, કમિટમેન્ટ ઈચ્છે અને સુરક્ષિત ઘર ઈચ્છે છે. વિશ્વાસ કરવાનું ક્યારેય ભૂલશો નહી.'
ગયા વર્ષે સંબંધોનો સ્વીકાર કર્યો હતો
અપૂર્વ તથા સિદ્ધાંતે 13 વર્ષ સુધી પોતાના સંબંધો છુપાવીને રાખ્યા હતા. ગયા વર્ષે સો.મીડિયામાં અપૂર્વે ઘરની નેમ પ્લેટ શૅર કરીને પોતાના સંબંધોનો ઘટસ્ફોટ કર્યો હતો.
અપૂર્વે કહ્યું હતું, '13 વર્ષ સુધી અમે કઝિન હોવાનું નાટક કર્યું હતું, જેથી અમે ભાડાના મકાનમાં સાથે રહી શકીએ. અમને કહેવામાં આવ્યું હતું કે પડદો લગાવીને રાખજો, જેથી પડોશીઓને ખ્યાલ ના આવે કે તમે લોકો શું છો. હાલમાં જ અમે અમારું પોતાનું ઘર ખરીદ્યું છે. હવે અમે જાતે જ પડોશીઓને કહીએ છીએ કે અમે પાર્ટનર્સ છીએ. આ સમય છે LGBTQ પરિવારને પણ સામાન્ય રીતે સ્વીકાર કરવાનો.'
ઉલ્લેખનીય છે કે અપૂર્વ અસરાનીએ 'સત્યા', 'શાહિદ' તથા ઝોયા અખ્તરની વેબ સિરીઝ 'મેડ ઈન હેવન' એડિટ કરી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.