રણબીર-આલિયાના અનસીન ફોટોઝ:વન મંથ વેડિંગ એનિવર્સરી પર આલિયાએ રણબીર સાથેના રોમેન્ટિક ફોટો શેર કર્યા, કપલ એક બીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળ્યું

5 દિવસ પહેલા
  • રણબીર અને આલિયાની ફિલ્મ‘ બ્રહ્માસ્ત્ર’ 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ માટે તૈયાર છે

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનાં લગ્નને એક મહિનો થઈ ગયો છે. કપલે 14 એપ્રિલના રોજ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. લગ્ન પછી કપલના અનસીન વેડિંગ ફોટોઝ સતત સામે આવી રહ્યા છે. હવે આલિયાએ બીજા અનસીન ફોટોઝ શેર કર્યા છે. આ ફોટોમાં આલિયા અને રણબીર એકબીજામાં ખોવાયેલાં જોવા મળે છે.

એકબીજાને હગ કરતા આલિયા અને રણબીરનો ક્યૂટ એન્ડ રોમેન્ટિક ફોટો તેમના પ્રેમને વ્યક્ત કરે છે. બીજા ફોટોમાં જોઈ શકાય છે આલિયાએ લાલ રંગનો ડ્રેસ પહેર્યો છે જ્યારે રણબીરે વ્હાઈટ કુર્તો અને લાલ રંગની કોટી પહેરી છે. જ્યારે ત્રીજા ફોટો રણબીર અને આલિયાની કોકટેલ પાર્ટીનો છે, જેમાં આલિયાએ શોર્ટ શિમરી ડ્રેસ પહેર્યો છે, જ્યારે રણબીર બ્લેક રંગના સૂટમાં જોવા મળી રહ્યો છે અને બંને કોઈ વાત પર ખડખડાટ હસતાં દેખાઈ રહ્યાં છે. આ ફોટોની સાથે આલિયાએ કોઈપણ કેપ્શન વગર સેલિબ્રેશન ઈમોજી શેર કર્યું છે.

આ અનસીન ફોટો ફેન્સ માટે કોઈ ગિફ્ટથી કમ નથી. લોકો હાર્ટ ઈમોજીની સાથે કપલ પર પ્રેમ વરસાવી રહ્યા છે. યુઝર્સ તેમને બેસ્ટ કપલ કહી રહ્યા છે. એક યુઝરે તો તેમણે રોમિયો-જૂલિયટ સુધી કોમ્પ્લિમેન્ટ આપી દીધું છે.

રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે ફેશન ડિઝાઇનર સબ્યસાચીના આઉટફિટ પહેર્યા હતા. દુલ્હન તરીકે આલિયા ઘણી જ સુંદર લાગતી હતી. આલિયા-રણબીરે ઓફ વ્હાઇટ રંગના આઉટફિટ પહેર્યાં હતાં અને રણબીર ક્રિમ રંગની શેરવાનીમાં જોવા મળ્યો હતો.

ચાર વર્ષના ડેટિંગ બાદ રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે આજે એટલે કે 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા.
ચાર વર્ષના ડેટિંગ બાદ રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે આજે એટલે કે 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા.

લગ્ન પછી આ ફિલ્મોમાં વ્યસ્ત છે રણબીર-આલિયા
આલિયા અને રણબીરે લગ્નના થોડા દિવસ પછી કામ શરૂ કરી દીધું હતું. એક તરફ આલિયા પોતાની અપકમિંગ ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના શૂટિંગ માટે જેસલમેર ગઈ હતી, તો બીજી તરફ રણબીર ‘એનિમલ’ માટે મનાલી શૂટિંગ માટે ગયો હતો. ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં આલિયા, રણવીર સિંહ સાથે જોવા મળશે, જ્યારે ‘એનીમલ’માં રણબીર, સાઉથની સુપરહિટ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાની સાથે જોવા મળશે. તે ઉપરાંત રણબીર અને આલિયાની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ માટે તૈયાર છે.

અન્ય સમાચારો પણ છે...