આલિયાનો મેટરનિટી લૂક:આલિયાએ પ્રેગ્નન્સી દરમિયાન અલગ-અલગ સ્ટાઈલની પસંદગી કરી, ઇન્ડિયનથી વેસ્ટર્ન લૂકમાં ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ

25 દિવસ પહેલા

'બ્રહ્માસ્ત્ર' એક્ટ્રેસ આલિયા ભટ્ટ આજે ફિલ્મની સાથે-સાથે તેની પ્રેગ્નન્સીના કારણે પણ ચર્ચામાં રહે છે. આલિયા ફિલ્મના પ્રમોશન માટે જ્યાં પણ ગઈ છે ત્યાં આઉટફિટને ચર્ચાનો વિષય બની છે. એક્ટ્રેસે જ્યારથી પ્રેગ્નન્સીની જાણકારી ફેન્સને આપી છે ત્યારથી બધા લોકો તેની પર સતત નજર રાખી રહ્યા છે. હાલ તો આલિયાની સ્ટાઇલને પણ બહુ જ પસંદ કરવામાં આવી રહી છે. આજે અમે તમને આલિયાએ પ્રેગ્નન્સી દરમિયાન પહેરેલા આઉટફિટને લઈને પણ ઘણી ચર્ચામાં રહી છે.

રેપડ્રેસમાં આલિયા
મેશ્કીના આ બ્રાઉન રેપ ડ્રેસમાં આલિયા ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ આઉટફિટ અનિતા શ્રોફ અડાજાનિયાએ ડિઝાઇન કર્યું છે. આ આઉટફિટમાં આલિયાએ બેબી બમ્પને એલિગન્સ સાથે ફ્લોન્ટ કર્યું હતું. આલિયાએ આ આઉટફિટ બ્રહ્માસ્ત્રના પ્રમોશન દરમિયાન કેરી કર્યા હતા.

ઓવરસાઈઝ બ્લેઝર સાથે ટેથર્ડ
ઓવરસાઈઝ બ્લેઝર બ્લેઝરને આલિયાએ ટેથર્ડ ડેનિમ સાથે કેરી કર્યું હતું. આ ઉપરાંત આ લુકને હૂપ ઇયરિંગ્સે સાથે પૂર્ણ કર્યો હતો.

ઇન્ડિયન આઉટફિટ સાથે ઝુમકાનું કોમ્બિનેશન
પુનિત બલાનાના કલેક્શન પૈકી એક બ્લેકકુર્તી સાથે ઝુમકા પહેર્યા હતા. આ સાથે જ આલિયા માથા પર બિંદી અને ખુલ્લા વાળમાં બહુ જ સુંદર લાગી રહી હતી.

શિમર ડ્રેસની સાથે રણબીરના બ્લેઝરનું કોમ્બિનેશન
આલિયાએ આ સિક્વીન ડ્રેસ સાથે રણબીર કપૂરનું બ્લેઝર પહેર્યું છે.આ ડ્રેસમાં આલિયાનો લુક ખુબ જ સુંદર દેખાઈ રહ્યો છે. આ સાથે તેણે કોઈ જ્વેલરી પહેરી નથી અને તેના વાળ ખુલ્લા રાખ્યા છે.

વેલ્વેટ કફ્તાન ડ્રેસમાં આલિયા
આ વેલ્વેટ ડ્રેસમાં આલિયા અદભૂત લાગી રહી છે. ડ્રેસમાં ગુલાબી અને પીળા રંગનું કોમ્બિનેશન છે.

ઇટલીથી તૈયાર થયો છે યલો શોર્ટ ડ્રેસ
આલિયા ફિલ્મ 'ડાર્લિંગ્સ'ના પ્રમોશન દરમિયાન જે પીળા શોર્ટ ડ્રેસમાં જોવા મળે છે, તે ઇટાલીમાં ઇટાલિયન લક્ઝરી હાઉસ દ્વારા બનાવવામાં આવ્યું છે, જેની સાથે તેણે પિંક હિલ્સ કેરી કર્યા છે.

વ્હાઇટ શર્ટ અને રિપ્ડ બ્લુ જીન્સ
વ્હાઇટ શર્ટ અને ફાટેલા બ્લુ જીન્સમાં આલિયા ભટ્ટનો લુક ખૂબ જ આકર્ષક લાગે છે.

મેઝર બોસ લુક
આલિયા લેમન યલો પાવરસુટ સાથે બ્લેક વી-નેક ટોપમાં બોસ લુકમાં જોવા મળે છે.

ફીલ ટોપની સાથે શ્રગ
'બ્રહ્માસ્ત્ર'ના પ્રમોશન દરમિયાન આલિયાએ પિંક કલરનું લૂઝ ટોપ સાથે શ્રગ કેરી કર્યું હતું.

ફ્રિલ મિડી સાથે ગોલ્ડન ટોપ્સ
આ લુકમાં આલિયાએ ફ્રિલ્ડ મિડી સાથે ગોલ્ડન ટોપ પહેર્યું હતું. આ ડ્રેસમાં પોલ્કા ડોટ્સ તેના દેખાવને ખૂબ જ આકર્ષક બનાવી રહ્યા છે. આ લુકમાં તેણે પોતાનો મેકઅપ ન્યૂડ રાખ્યો છે.

પીચ સૂટ સાથે ઝુમકા
આલિયા મુંબઈ એરપોર્ટ પર આ લુકમાં જોવા મળી હતી. આલિયા પીચ સૂટમાં ખૂબસૂરત લાગી રહી હતી. આ દરમિયાન તેણે નાની ઈયરિંગ્સ પહેરીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

એથનિક લુક
આલિયાએ આ લુકમાં શોર્ટ કુર્તી સાથે પ્લાઝોનું કોમ્બિનેશન કર્યું છે. આલિયા આ પ્રિન્ટેડ સૂટમાં સુંદર લાગી રહી છે. આ સાથે તેણે નાની બિંદી લગાવીને પોતાનો લુકને કમ્પ્લીટ કર્યો છે.