હવે રણબીર કપૂર ફિલ્મ ડાયરેક્ટ કરશે ?:આલિયા પતિની ફિલ્મને કરી શકે છે પ્રોડ્યુસ, એક્ટરે આપી જાણકારી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલ તો રણબીર કપૂર તેની આગામી ફિલ્મ 'શમશેરા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 22 જુલાઈએ રિલીઝ થશે. ત્યારે પ્રમોશન દરમિયાન રણબીરે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. રણબીરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે ફિલ્મ ડાયરેક્ટ કરવા માગે છે. આ માટે તેને લોકડાઉન દરમિયાન એક સ્ટોરી પણ લાખાજી હતી. તો આ ફિલ્મને આલિયા ભટ્ટ પ્રોડ્યુસ કરી શકે છે.

રણબીર ફિલ્મને કરશે ડાયરેક્ટ
રણબીરે આ બાબતે વાત કરતા કહ્યું હતું કે, મેં અનુરાગ બાસુ સાથે મળીને ફિલ્મ 'જગ્ગા જાસૂસ' પ્રોડ્યુસ કરી હતી, મારી પાસે કોઈ અનુભવ ન હતો. મેં આ ફિલ્મને એક એક્ટર તરીકે પ્રોડ્યુસ કરી હતી. પરંતુ હજુ સુધી પ્રોડ્યુસર તરીકે કામ નથી કર્યું. પરંતુ હું હંમેશાથી એક ફિલ્મને ડાયરેક્ટ કરવાની ઈચ્છા રાખું છું.

આલિયા કરી શકે છે પતિની ફિલ્મને પ્રોડ્યુસ
રણબીરે વાતચીત દરમિયાન વધુમાં કહ્યું હતું કે, મેં આ લોકડાઉન દરમિયાન ફિલ્મની સ્ટોરી લખી પણ નાખી છે. એક કહાની મને અનહદ પસંદ આવી હતી પરંતુ મને લખતા નથી આવડતું, આ ફિલ્મની સ્ટોરી હું લોકો સાથે શેર કરીશ અને એક ફિલ્મ બનાવીશ. હું પ્રોડક્શનથી વધારે ડાયરેક્શન કરવા માગુ છું. મારી પત્ની સારી પ્રોડ્યુસર છે. તો બની શકે છે મારી ફિલ્મને તે જ પ્રોડ્યુસ કરે.

આ વર્ષે 14 એપ્રિલે થયા હતા રણબીર- આલિયાના લગ્ન
રણબીર અને આલિયાએ આ વર્ષે 14 એપ્રિલે પરિવાર અને કેટલાક ખાસ મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના સેટ પર મળ્યા બાદ બંનેએ 2017માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે 5 વર્ષ ડેટિંગ કર્યા પછી લગ્ન કર્યા હતા.

રણબીર -આલિયાના આગામી પ્રોજેક્ટ્સ
વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ 'હાર્ટ ઑફ સ્ટોન', 'ડાર્લિંગ્સ' તથા 'રૉકી ઔર રાની કી પ્રેમકહાની'માં જોવા મળશે. આલિયા ભટ્ટ તથા રણબીર કપૂર પહેલી જ વાર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં સાથે જોવા મળશે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. રણબીરના આગામી પ્રોજેક્ટ્સમાં લવ રંજનની અનટાઈટલ રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે, જેમાં તે શ્રદ્ધા કપૂરની સાથે જોવા મળશે. રણબીર કપૂરની ફિલ્મ 'શમશેરા' 22 જુલાઈએ રિલીઝ થશે. આ ઉપરાંત તે 'એનિમલ'માં કામ કરી રહ્યો છે.