'ધ માફિયા ક્વીન ઑફ મુંબઈ'માંથી:આલિયા ભટ્ટની 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં Real ગંગુબાઈની આ વાતો બતાવવામાં આવી નથી

મુંબઈ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંગુબાઈના જીવનની ઘણી વાતો ફિલ્મમાં બતાવવામાં આવી નથી

સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' ઓથર હુસૈન ઝેદીની બુક 'માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ' પર આધારિત છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. ટ્રેડ પંડિતોના મતે આ ફિલ્મ 100 કરોડનો બિઝનેસ કરશે. ફિલ્મમાં આલિયા ઉપરાંત અજય દેવગન, જિમ સર્ભ તથા શાંતનુ મહેશ્વરી પણ છે. આ ફિલ્મમાં ગંગુબાઈના જીવનના દરેક પાસાને બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે, તેમના જીવનની ઘણી વાતો ફિલ્મમાં બતાવવામાં આવી નથી. આપણે તે અંગે વાત કરીએ...

ગંગા કાઠિયાવાડીનું ફેમિલી બેકગ્રાઉન્ડ
ભણસાલીની ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે 'ગંગા હરજીવનદાસ કાઠિયાવાડી' કાઠિયાવાડના જાણીતા પરિવારમાંથી આવતી હતી અને તેના પિતા બેરિસ્ટર હતા. પરિવારના સંબંધો રોયલ કાઠિયાવાડી પરિવાર સાથે પણ હતાં.

મુંબઈ આવતા પહેલાં રમણીક લાલે ગંગા સાથે લગ્ન કર્યા હતા
ગંગાના પિતાના ત્યાં અકાઉન્ટન્ટ તરીકે કામ કરતાં રમણીકે ગંગાને ફિલ્મમાં કામ કરાવવાની લાલચ આપી હતી. જોકે, ગંગાને મુંબઈ લાવીને પ્રોસ્ટિટ્યૂશનમાં વેચી કાઢી હતી. જોકે, વેચતા પહેલાં રમણીકે કાઠિયાવાડના મંદિરમાં ગંગા સાથે લગ્ન કર્યા હતા.

ગંગુ-કરીમ લાલાની પહેલી મુલાકાત ફિલ્મ કરતાં અલગ હતી
શરૂઆતમાં ગંગુને લાલાના ઘરે જવાની મનાઈ હતી. લાલાને પોતાના ઘરમાં સેક્સ વર્કરની એન્ટ્રી સામે વાંધો હતો, આથી તેણે ગંગુને પોતાના ઘરના ધાબે આવવાનું કહ્યું હતું. પુસ્તકમાં લખવામાં આવ્યું છે, 'જ્યારે કરીમલાલા પોતાના ધાબે ગયો તો તેણે જોયું કે ગંગુબાઈએ નાસ્તો કર્યો નહોતો. તેણે ગંગુને પૂછ્યું કે તેણે કેમ કંઈ ના લીધું? તો ગંગુએ જવાબ આપ્યો હતો, 'જો તમને મારા જેવા લોકો તમારા ઘરમાં આવે તે સામે વાંધો હોય તો મારા માટે તમારા ઘરના રસોડામાંથી આવેલા વાસણોને ગંદા કરવા એ ખોટું છે.'

ગંગાએ કરીમને રાખડી બાંધી હતી
કરીમ લાલાએ ગંગુને સેક્સ્યુઅલી અસૉલ્ટ કરનાર શૌકત ખાન નામના પઠાણને માર માર્યો હતો. ત્યારબાદ કરીમે ગંગુને પોતાની ધર્મની બહેન હોવાની જાહેરાત કરી હતી. ગંગુએ પછી હસીને પોતાના પર્સમાંથી દોરો કાઢીને કહ્યું હતું, 'કરીમભાઈ, વર્ષોથી મેં કોઈને રાખડી બાંધી નથી, કારણ કે હું જ્યારથી અહીંયા આવી છું, મને કોઈ પુરુષ સલામત લાગ્યો નથી. આજે તમે મને સુરક્ષા આપીને ભાઈચારામાં મારો વિશ્વાસ ફરી જગાવ્યો છે.'

ગંગુબાઈએ અનેક બાળકોને દત્તક લીધા હતા
ફિલ્મમાં ગંગુબાઈની મિત્ર કમલીના મર્યા બાદ તેના બાળકને દત્તક લે છે. જોકે, રિયલ લાઇફમાં ગંગુએ માત્ર સેક્સ વર્કર્સના બાળકો જ નહીં, પરંતુ અનાથ-બેઘર લોકોના બાળકોને પણ દત્તક લીધા હતા. પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે ગંગુએ ધ્યાન રાખ્યું કે તમામ બાળકોને સારું શિક્ષણ મળે.

ગંગુબાઈમાં કેટલીક ખામીઓ પણ હતી
ફિલ્મમાં નેરેટ છેલ્લે કહે છે, 'ગંગુ ના મહાન હતી, ના શૈતાન.' હુસૈને પણ કહ્યું હતું, 'તે માત્ર સારી નહોતી, તેનામાં કેટલીક ખામીઓ પણ હતી. તે ધૂમ્રપાન કરતી હતી, દારૂ પીતી હતી, પાન ખાતી હતી. ફિલ્મમાં આ વાત બતાવવામાં આવી છે. તે જુગારી પણ હતી. તે રોજ જુગાર રમતી હતી.'

પંડિત જવાહરલાલ નેહરુ સાથેની મુલાકાત
ગંગુબાઈએ કમાઠીપુરામાં રહેતી સેક્સ વર્ક્સની સ્થિતિ તથા સમાન હક માટે વડાપ્રધાન પંડિત નેહરુ સાથે મુલાકાત કરી હતી. એક પોઇન્ટ પર નેહરુજીએ ગંગુબાઈએ પૂછ્યું હતું કે નોકરી કે લગ્ન કરવાને બદલે તે આ બિઝનેસમાં કેમ આવી. પુસ્તક પ્રમાણે, ગંગુબાઈએ આનો જવાબ આપ્યો હતો.

બુકમાં આ મુલાકાત અંગે કહેવામાં આવ્યું છે, 'ગંગુએ નેહરુને કહ્યું હતું કે જો તેઓ તેને શ્રીમતી નેહરુ બનાવવા માટે તૈયાર છે તો તે પોતાનું કામ છોડવા તૈયાર છે. આ સાંભળીને નેહરુને નવાઈ લાગી હતી. આ રીતની વાત કરવા પર તેમણે ગંગુ પર થોડો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. જોકે, ગંગુબાઈએ ઘણી જ હળવાશથી કહ્યું હતું, 'ગુસ્સો ના કરો વડપ્રધાનજી. હું માત્ર એ સાબિત કરવા માગતી હતી કે કરવા કરતાં બોલવું ઘણું જ સરળ છે.' આ સાંભળીને નેહરુ ચૂપ થઈ ગયા હતા. મુલાકાતને અંતે નેહરુએ ગંગુબાઈની તમામ માગણી સ્વીકારી લીધી હતી અને આ અંગે પૂરતું ધ્યાન આપવાનું વચન આપ્યું હતું.