બોક્સ ઓફિસ કલેક્શન:આલિયા ભટ્ટની 'ગંગુબાઈ કાઠિયાવાડી'ની ધમાલ, 3 દિવસમાં 39 કરોડથી વધુની કમાણી કરી

મુંબઈ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આલિયા ભટ્ટની ફિલ્મ ચાહકો તથા ક્રિટિક્સને ઘણી જ પસંદ આવી છે

આલિયા ભટ્ટની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' 25 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઈ છે. આ ફિલ્મને ક્રિટિક્સ તથા દર્શકોનો પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. સૂત્રોના મતે, ફિલ્મે ફર્સ્ટ વીકમાં 39.12 કરોડની કમાણી કરી છે.

ત્રણ દિવસમાં 39.12 કરોડ કમાયા
ફિલ્મે પહેલાં દિવસે 10.50 કરોડ, બીજા દિવસે 13.32 તથા ત્રીજા દિવસે 15.30 કરોડની કમાણી કરી છે. ફિલ્મે ત્રણ દિવસમાં 39.12 કરોડની કમાણી કરી છે. ફિલ્મ મુંબઈ, થાને, પુના, ગુજરાત, દિલ્હી તથા સાઉથ ઇન્ડિયામાં સારી ચાલી છે.

સાઉથની આ બે ફિલ્મે પણ બમ્પર કમાણી કરી
'ગંગુબાઈ...' ઉપરાંત સાઉથમાં બે ફિલ્મ રિલીઝ થઈ છે. અજીત કુમારની 'વલીમાઈ' તથા પવન કલ્યાણની 'ભીમલા નાયક'એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે.

'વલીમાઈ' ગુરુવાર, 24 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે ચાર દિવસમાં 100 કરોડથી વધુની કમાણી કરી છે તો પવન કલ્યાણની ફિલ્મે ત્રણ દિવસમાં 81 કરોડ કમાયા છે.