કોણ કોનાથી ચઢિયાતું?:આલિયા ભટ્ટની 'ગંગુબાઈ..'ની માત્ર 4 દિવસની કમાણી કંગનાની 10 ફિલ્મ્સ કરતાં વધુ, જાણો કોની ફી છે વધારે

મુંબઈ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

કંગના રનૌત અવાર-નવાર આલિયા ભટ્ટને ખરું-ખોટું સંભળાવતી હોય છે. 'ગંગુબાઈ કાઠિયાવાડી' રિલીઝ થઈ તે પહેલાં કંગનાએ આલિયાને 'પાપા કી પરી' કહી હતી. જોકે, ફિલ્મ રિલીઝ થયા બાદ કંગનાએ આલિયાને બિગ સ્ટાર કહીને ફિલ્મના વખાણ કર્યાં હતાં. કંગનાના નિવેદનો પર આલિયાએ કહ્યું હતું કે તેને નેગેટિવિટીથી કોઈ ફરક પડતો નથી. બંને એક્ટ્રેસિસ ઇન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસમાં સામેલ છે. બંને વચ્ચેનું કોલ્ડવૉર જગજાહેર છે. બંનેમાંથી કોની પાસે ફિલ્મ વધુ ને કોની ફી વધુ તે અંગે જાણીએ.....