વેડિંગ બાદ Mrs કપૂરનો ગુલાબી અંદાજ:આલિયા ભટ્ટ લગ્નના પાંચમા દિવસથી કામે વળગી, ફિલ્મ 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની'નું શૂટિંગ શરૂ કરશે

મુંબઈ2 મહિનો પહેલા

રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે 14 એપ્રિલના રોજ લગ્ન કર્યાં હતાં. રણબીરે લગ્નના ત્રીજા દિવસથી કામ કરવાની શરૂઆત કરી હતી. રણબીર ટી સિરીઝની ઓફિસની બહાર જોવા મળ્યો હતો. હવે આલિયા ભટ્ટે લગ્નના પાંચમા દિવસથી કામ શરૂ કર્યું છે. આલિયા ભટ્ટ લગ્ન બાદ પહેલી જ વાર મુંબઈના કલીના એરપોર્ટ પર જોવા મળી હતી.

આલિયા પિંક ડ્રેસમાં હતી
આલિયા ભટ્ટ પિંક ડ્રેસમાં જોવા મળી હતી. તેના ચહેરા પર લગ્નનો ગ્લો જોવા મળતો હતો. આલિયા પિંક ડ્રેસમાં ઘણી જ સિમ્પલ ને ગોર્જિયસ લાગતી હતી. સો.મીડિયા યુઝર્સે પણ આલિયાની સાદગીના વખાણ કર્યાં હતાં.

રાજસ્થાનમાં શૂટિંગ થશે
વેબ પોર્ટલ 'પિંકવિલા'ના અહેવાલ પ્રમાણે, આલિયા ભટ્ટ ફિલ્મ 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની'નું શૂટિંગ જેસલમેરમાં કરશે. આલિયાએ 12 એપ્રિલ સુધી ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. આલિયા ભટ્ટની સાથે એરપોર્ટ પર કરન જોહર તથા શબાના આઝમી પણ જોવા મળ્યા હતા.

ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે
'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની' લવસ્ટોરી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર, જયા બચ્ચન, શબાના આઝમી લીડ રોલમાં છે. આ ફિલ્મ આવતા વર્ષે 10 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં ઉત્તર ભારતીય યુવક તથા બંગાળી યુવતી વચ્ચેના પ્રેમની વાત છે.

આલિયા-રણબીર 'બ્રહ્માસ્ત્ર'માં સાથે જોવા મળશે
ડિરેક્ટર અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ પહેલી જ વાર સાથે જોવા મળશે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બર, 2022ના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન તથા મૌની રોય છે.

પરિવાર-મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા
14 એપ્રિલના રોજ આલિયા ભટ્ટ તથા રણબીર કપૂરે પરિવાર તથા નિકટના મિત્રોની હાજરીમાં વાસ્તુ અપાર્ટમેન્ટમાં જ લગ્ન કર્યા હતા. લગ્નમાં કપૂર-ભટ્ટ પરિવાર ઉપરાંત કરન જોહર, અયાન મુખર્જી તથા આલિયા ભટ્ટની ફ્રેન્ડ્સ હાજર રહી હતી. 16 એપ્રિલના રોજ કપલે વાસ્તુ અપાર્ટમેન્ટમાં જ વેડિંગ પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં શાહરુખ-ગૌરી ખાન ખાસ હાજર રહ્યા હતા.