ઇન્ટરનેશનલ સ્ટાર:આલિયા ભટ્ટ 'હાર્ટ ઑફ સ્ટોન'થી ડિજિટલ ડેબ્યૂ કરશે, ગેલ ગેડોટ સાથે કામ કરશે

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. હવે એક્ટ્રેસ ગ્લોબલ ડેબ્યૂ કરવાની છે. આલિયા ભટ્ટ હવે હોલિવૂડમાં કામ કરવાની છે.

આલિયા ભટ્ટ ઇન્ટરનેશનલ સ્ટાર બની
આલિયા ભટ્ટ નેટફ્લિક્સની થ્રિલર ફિલ્મ 'હાર્ટ ઑફ સ્ટોન'માં કામ કરવાની છે. આ ફિલ્મમાં ગેલ ગેડોટ તથા જેમી ડોરનાન છે. ફિલ્મને ટોમ હાર્પર ડિરેક્ટ કરશે. આ ફિલ્મને ગ્રેગ રુકા તથા અલ્લીસને લખી છે. ફિલ્મની વાર્તા રિશેલ સ્ટોન (ગેલ ગેડોટ) ની છે. રિશેલ ઇન્ટેલિજન્સ ઓપરેટિવ છે.

ફિલ્મમાં આલિયા ભટ્ટના રોલ અંગે હજી સુધી કોઈ વાત કરવામાં આવી થી. ગેલ ગેડોટે ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને તેણે પોતાનો લુક પણ શૅર કર્યો છે.

આલિયા હવે 'બ્રહ્માસ્ત્ર', 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની', 'જી લે ઝરા' તથા 'RRR'માં જોવા મળશે.