કપૂર પરિવારમાં બેવડી ખુશી?:આલિયા ભટ્ટ જોડિયા બાળકોને જન્મ આપશે? રણબીરે આ અંગે શું કહ્યું?

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રણબીર કપૂર હાલમાં ફિલ્મ 'શમશેરા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન રણબીર કપૂરે કહ્યું હતું કે આલિયા ભટ્ટ જોડિયા બાળકોને જન્મ આપશે. થોડાં સમય પહેલાં જ આલિયાએ ફર્સ્ટ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. હવે રણબીરે કહ્યું છે કે તે એક નહીં, પણ બે બાળકોનો પિતા બનશે.

પ્રમોશન દરમિયાન વાત કરી
'ફિલ્મ કમ્પેનિયન'ના અહેવાલ પ્રમાણે, રણબીર કપૂરને બે વાત સાચી ને એક ખોટી કહેવાનું કહ્યું હતું. રણબીરે થોડીક સેકન્ડ વિચાર્યા પછી કહ્યું હતું, 'મારે જોડિયા બાળકો જન્મશે, હું એક માયોથોલોજિકલ ફિલ્મમાં કામ કરું છું અને હું કામમાંથી લાંબો બ્રેક લેવાનો છું.' ઉલ્લેખનીય છે કે 'શમશેરા' 22 જુલાઈએ રિલીઝ થશે. આ ફિલ્મમાં રણબીર પહેલી જ વાર ડબલ રોલમાં જોવા મળશે. ફિલ્મમાં સંજય દત્ત, વાણી કપૂર પણ છે.

સો.મીડિયા યુઝર્સને આ વાત સાચી લાગી
રણબીરનો જવાબ સાંભળ્યા બાદ સો.મીડિયા યુઝર્સ કહેવા લાગ્યા કે રણબીર જોડિયા બાળકોનો પિતા બનશે અને તે 'બ્રહ્માસ્ત્ર' નામની માયથોલોજીકલ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ બે વાત સાચી છે. જ્યારે રણબીર કામમાંથી બ્રેક લેશે તે વાત ખોટી છે.

'બ્રહ્માસ્ત્ર' નવ સપ્ટેમ્બરે રિલીઝ થશે
રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ પહેલી જ વાર અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં સાથે જોવા મળશે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ રણબીર તથા આલિયા એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, મૌની રોય, નાગાર્જુન મહત્ત્વના રોલમાં છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ 'હાર્ટ ઑફ સ્ટોન', 'ડાર્લિંગ્સ' તથા 'રૉકી ઔર રાની કી પ્રેમકહાની'માં જોવા મળશે. રણબીર કપૂરની ફિલ્મ 'શમશેરા' 22 જુલાઈએ રિલીઝ થશે. આ ઉપરાંત તે 'એનિમલ'માં કામ કરી રહ્યો છે. શ્રદ્ધા કપૂર સાથે પણ એક ફિલ્મમાં રણબીર જોવા મળશે.

14 એપ્રિલે લગ્ન, જૂનમાં પ્રેગ્નન્સીની જાહેરાત
પાંચ વર્ષના ડેટિંગ બાદ રણબીર-આલિયાએ 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા. જૂન મહિનામાં આલિયાએ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આલિયા લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ થઈ છે.