આલિયા ભટ્ટનું કેઝ્યુઅલ સેક્સિઝમ પર રિએક્શન:કહ્યું, 'કેમ બ્રાને છુપાવીને રાખવાની, ઇન્ડસ્ટ્રીમાં ઘણીવાર સેક્સિઝમનો સામનો કરવો પડ્યો છે'

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલમાં ફિલ્મ 'ડાર્લિંગ્સ'ને કારણે ચર્ચામાં છે. હાલમાં આલિયા આ ફિલ્મને પ્રમોટ કરી રહી છે. એક ઇન્ટરવ્યૂમાં આલિયા ભટ્ટે કેઝ્યુઅલ સેક્સિઝમ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણીવાર તેને આનો સામનો કરવો પડ્યો હતો.

'ડાર્લિંગ્સ' ડાર્ક કોમેડી ફિલ્મ છે. આલિયા ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે અને પછી તે પતિ સામે બદલો લે છે. ઇન્ટરવ્યૂમાં આલિયાએ કહ્યું હતું કે સમાજમાં કેવી રીતે મહિલાઓને ખરાબ વાતો સહન કરવાનું શીખવવામાં આવે છે. આ પ્રકારની રેન્ડમ કમેન્ટ્સ સાંભળ્યા બાદ તેને ગુસ્સો આવે છે અને ખરાબ પણ લાગે છે.

કેઝ્યુઅલ સેક્સિઝમનો સામનો કર્યો છે
આલિયાને પૂછવામાં આવ્યું કે તેણે એકતા કપૂર તથા રિયા કપૂરની જેમ કેઝ્યુઅલ સેક્સિઝમનો સામનો કર્યો છે? જવાબમાં આલિયાએ કહ્યું હતું, 'મને લાગે છે કે સમય-સમય પર મેં કેઝ્યુઅલ સેક્સિઝમનો સામનો કર્યો છે. અનેકવાર મેં ધ્યાન આપ્યું નહોતું. જ્યારે હું ફરીવાર તે અંગે વિચારું છું, કારણ કે હું આ અંગે ઘણી જ સચેત છું. ત્યારે મને ખ્યાલ આવે છે કે હે ભગાવન, આ તો કેવી સેક્સિસ્ટ કમેન્ટ હતી. હવે હું આ મુદ્દે ઘણી જ સેન્સિટિવ બની ગઈ છું. ક્યારેક મારા મિત્રો પણ કહે છે કે આ શું છે, કેમ આટલી એગ્રેસિવ બની ગઈ?'

લોકોની વાતો સાંભળીને ગુસ્સો આવે છે
આલિયા ભટ્ટે આગળ કહ્યું હતું, 'ઘણીવાર એમ કહેવામાં આવે કે તું આટલી સેન્સિટિવ ના બનીશ, તને પીરિયડ્સ આવે છે. આ બધી વાતોનો ગુસ્સો આવે છે. હું સેન્સિટિવ નથી. જો મને પીરિયડ્સ આવે છે તો શું? મારો જન્મ જ એટલા માટે થયો છે, કારણ કે મહિલાઓને પીરિયડ્સ આવે જ છે. જ્યારે લોકો અજીબ વાતો કરે છે તો ગુસ્સો આવી જાય છે. આ માત્ર કેઝ્યુઅલ વાતો છે, જેવી કે તમારી બ્રા પલંગ પર ના હોવી જોઈએ, બ્રા છુપાવીને રાખો. કેમ બ્રા છુપાવવી જોઈએ? તમે જ્યારે તમારો અંડરવિયર ફ્લેશ કરો ત્યારે હું કંઈ જ બોલતી નથી. એવું નથી કે આ બધું મારી સાથે હંમેશાં થાય છે, પરંતુ એટલી ખબર છે કે એક મહિલા હોવાને કારણે તમારે ઘણી બધી વાતો છુપાવવી જોઈએ.'

સ્ટારડમની અંગે શું કહ્યું?
આલિયા ભટ્ટે સ્ટારડમ વેલ્યૂ અંગે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે પહેલાં દર્શકોનો પ્રેમ કલાકારને સ્ટાર બનાવતો હતો. આજે જે સ્ટાર બોક્સ ઓફિસ પર પૈસા લઈને આવે તે જ સ્ટાર છે. સ્ટારડમ તમે કેવું કન્ટેન્ટ લઈને આવો છે તેના આધારે નક્કી થાય છે.

ફિલ્મ ફ્લોપ જાય તો ફી ઘટાડવી જોઈએ
આલિયાએ કહ્યું હતું કે જ્યારે બોક્સ ઓફિસ પર ફિલ્મ ધૂમ મચાવે ત્યારે એક સ્ટારને કેટલી કમાણી થતી હતી તે અંગે બધા વાત કરે છે. જોકે, જ્યારે ફિલ્મ ફ્લોપ જાય ત્યારે સ્ટારે ફી ઘટાડી દેવી જોઈએ. સ્ટારની ફી ફિલ્મના બજેટ પ્રમાણે બેલેન્સ થવી જોઈએ. જોકે, તે કોઈને એવું ના કહી શકે કે કોણે કેટલી ફી લેવી જોઈએ. આ મુદ્દે વાત કરવામાં તે ઘણી જ નાની છે.

પાંચ ઓગસ્ટે આલિયાની ફિલ્મ સ્ટ્રીમ થશે
'ડાર્લિંગ' પાંચ ઓગસ્ટે ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે. આ ફિલ્મને જસમીત કે રીને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં આલિયા ઉપરાંત શૈફાલી સાહ, વિજય વર્મા તથા રોશન મેથ્યૂ લીડ રોલમાં છે. આલિયાએ આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મમાં શૈફાલી શાહ તથા આલિયા ભટ્ટ માતા-દીકરીના રોલમાં છે. શૈફાલી પોતાની જ દીકરીના પતિનું અપહરણ કરાવે છે. ફિલ્મમાં આલિયા તથા વિજય મેરિડ કપલ છે. ફિલ્મમાં આલિયા પતિના અત્યાચારો વિરુદ્ધ લડે છે.

આલિયાના અપકમિંગ પ્રોજેક્ટ્સ
આલિયા 'ડાર્લિંગ્સ' ઉપરાંત 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. આલિયા તથા રણબીર પહેલી જ વાર આ ફિલ્મમાં સાથે જોવા મળશે. આલિયાએ હોલિવૂડ પ્રોજેક્ટ 'હાર્ટ ઑફ સ્ટોન'નું શૂટિંગ પૂરું કર્યું છે. આલિયા 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની'માં રણવીર સિંહ સાથે જોવા મળશે.