ભાસ્કર એક્સક્લુઝિવ:કોરોના કાળમાં આલિયા ભટ્ટે શરૂ કર્યું 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું શૂટિંગ, કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સનો સમય બચાવવા માટે ભણસાલી રાત્રે કામ કરી રહ્યા છે

2 વર્ષ પહેલાલેખક: અમિત કર્ણ

કોરોના કાળમાં કામ શરૂ કરનારા એક્ટર્સના લિસ્ટમાં આલિયા ભટ્ટનું નામ પણ સામેલ થઇ ગયું છે. તેણે હાલમાં જ ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી સુધી પૂરું કરવાનો ટાર્ગેટ છે.

ફિલ્મનું શૂટિંગ હાલ મુંબઈના ફિલ્મસિટીમાં ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ શૂટિંગ દરમ્યાન આર્ટિસ્ટ અને ક્રૂ મેમ્બર્સનો વધારેમાં વધારે સમય બચાવવા માટે સેટ પર ખાસ રીત અપનાવવામાં આવી છે અને વધુમાં વધુ સીન્સનું શૂટિંગ રાત્રે કરવામાં આવી રહ્યું છે.

રાત્રે ફિલ્મનું શૂટિંગ શરૂ થાય છે
સૂત્રોએ જણાવ્યું કે, 'આર્ટિસ્ટ અને ક્રૂ મેમ્બર્સ મોડી સાંજે સેટ પર આવે છે. આખી રાત શૂટ કરે છે અને સવારે ઘરે જાય છે. આખો દિવસ આરામ કર્યા પછી ફરી સાંજે સેટ પર આવે છે. આ રીતે બધા મુંબઈના ટ્રાફિકથી બચી જાય. સાથે જ સેટ પર રાત્રીના અંધારામાં કમાઠીપુરાની દુનિયાને કેમેરામાં કેદ કરી શકાય છે.'

આલિયા પણ નાઈટ ડ્યુટી કરવા માટે તૈયાર
સૂત્રોના જણાવ્યા મુજબ ફિલ્મના ડિરેક્ટર સંજય લીલા ભણસાલી આવતા વર્ષના જાન્યુઆરી સુધી આ જ શેડ્યુઅલ રાખવા ઈચ્છે છે. આલિયા પણ ત્યાં સુધી નાઈટ ડ્યુટી કરવા માટે માની ગઈ છે. ફિલ્મમાં આલિયાને ઉંમરલાયક પણ દેખાડવામાં આવશે. જોકે તે માટે ભણસાલીએ તેને વજન વધારવાનું નથી કહ્યું.

સેટ પર અમુક લોકો કોરોના સંક્રમિત પણ થાય
સેટના લોકોએ એવું પણ જણાવ્યું કે વચ્ચે સેટ પર અમુક લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ તેમને રજા આપી દેવાઈ હતી. જોકે ત્યારબાદ પણ અન્ય લોકો અને આર્ટિસ્ટ ડર્યા નહીં અને શૂટ કરતા રહ્યા.

ફિલ્મમાં અજય દેવગણનો કેમિયો હશે
ફિલ્મમાં અજય દેવગણનો કેમિયો જોવા મળશે. જોકે હજુ તેનું શૂટિંગ નથી થયું. રાઇટિંગ ટીમ સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે ભણસાલીએ હાલ આલિયા ઓપઝિટ રણબીર કપૂરને સાઈન નથી કર્યો. અજય દેવગણ પણ આલિયાની ઓપોઝિટ નથી. તે તેના મેન્ટર અથવા પ્રોટેજીના રોલમાં છે. અજય દેવગણ બે અઠવાડિયા બાદ ફિલ્મને જોઈન કરશે.

ફિલ્મમાં બે અલગ- અલગ ટાઈમ ઝોન હશે
ફિલ્મ બે અલગ- અલગ ટાઈમ ઝોનમાં સેટ છે. એક ભાગ ભાગલા પહેલાંનો છે અને બીજો ભાવ 80ના દાયકામાં સેટ છે. 1946ના કમાઠીપુરાને દેખાડવા માટે ભણસાલી ત્યાં 10થી વધુ વખત જઈ આવ્યા છે અને સેટને રીયલ લુક આપવા માટે ઘણા જુના વાસ્તુકારને પણ મળ્યા છે. જોકે ફિલ્મમાં 40ના દશકનો નાનો હિસ્સો જોવા મળશે બાકી 80% ફિલ્મ 70ના દશકમાં સેટ છે.

ફિલ્મનું બજેટ નથી ઘટાડવામાં આવ્યું
કોરોના ઇફેક્ટ પછી પણ મેકર્સે ફિલ્મના બજેટમાં ઘટાડો નથી કર્યો. ફિલ્મસિટીમાં કમાઠીપુરા રીક્રીએટ કરવામાં આવ્યું છે અને તેના પર અંદાજે 6 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. સેટ પહેલેથી જ બનેલો હતો. આર્ટ ડિપાર્ટમેન્ટના લોકોએ જણાવ્યું કે સેટ ક્યારેય ડિમોલિશ થયો ન હતો. મીડિયામાં ખબર નહીં ક્યાંથી આવી ખબર આવી રહી હતી.

સિંક સાઉન્ડમાં ફિલ્મનું શૂટિંગ થઇ રહ્યું છે
શૂટિંગ પૂરું થયા બાદ ડબિંગથી બચવા માટે ભણસાલી શૂટ દરમ્યાન એક ખાસ કામ પણ કરી રહ્યા છે. તેના માટે તે સેટ પર સિંક સાઉન્ડમાં શૂટ કરાવી રહ્યા છે. જેથી શૂટિંગ પૂરું થયા બાદ ડબિંગ કરવા માટે રેકોર્ડિંગ સ્ટુડિયો જવાની ઓછામાં ઓછી જરૂર પડે.

અન્ય સમાચારો પણ છે...