તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રણથંભોરમાં કપૂર-ભટ્ટ પરિવાર:રણબીર-આલિયાની સગાઈ શક્ય, સવાલ પૂછવા પર મુકેશ ભટ્ટે કહ્યું- છોકરાવાળાએ બોલવાની ના પાડી છે

સવાઈમાધોપુર2 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ

રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નીતુ સિંહ, રિદ્ધિમા કપૂર મંગળવાર, 29 ડિસેમ્બરના રોજ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. આ તમામ જયપુર સુધી ફ્લાઈટમાં અને પછી કારમાં રણથંભોર ગયાં હતાં. પહેલાં એવી ચર્ચા હતી કે કપૂર તથા ભટ્ટ પરિવાર નવું વર્ષ સાથે સેલિબ્રેટ કરશે. જોકે હવે એવી ચર્ચા થઈ રહી છે કે રણબીર તથા આલિયા આજે એટલે કે 30 ડિસેમ્બરના રોજ સગાઈ કરવાનાં છે. બોલિવૂડ સ્ટાર્સ રણથંભોરની ફાઈવસ્ટાર હોટલ અમન વિલાસમાં રોકાયા છે. આ હોટલ વેડિંગ ડેસ્ટિનેશન માટે લોકપ્રિય છે. આલિયાના કાકા મુકેશ ભટ્ટે વાતવાતમાં સગાઈની વાતનો સ્વીકાર કરી લીધો છો અને તેમણે કહ્યું હતું કે છોકરાવાળા (કપૂર પરિવાર)એ આ અંગે હાલમાં કંઈ પણ કહેવાની ના પાડી છે.

દીપિકા-રણવીર સહિતના સ્ટાર્સ રણથંભોરમાં
દીપિકા પાદુકોણ તથા રણવીર સિંહ પણ રણથંભોરમાં છે. ફિલ્મ-ડિરેક્ટર અયાન મુખર્જી પણ અહીં છે. આટલું જ નહીં, કરન જોહર હાલ ગોવામાં છે, તે પણ રાજસ્થાન જશે, એમ માનવામાં આવી રહ્યું છે.

ભટ્ટ પરિવાર પણ આવશે
આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટ, માતા સોની રાઝદાન,બહેન શાહીન તથા રણબીરના જીજાજી ભરત સાહની દિલ્હીથી રણથંભોર આવશે એવી ચર્ચા છે. રાજસ્થાનમાં અચાનક રણબીર-આલિયાના નિકટના પરિવાર તથા મિત્રોને જોતાં બોલિવૂડમાં એવી ચર્ચા થવા લાગી કે આ બંને અહીં સગાઈ કરવાનાં છે.

કપૂરે હા પાડી તો આલિયાની ટીમની ના
રણબીર કપૂરના પરિવારના નિકટના સાથીએ એવું કહ્યું હતું, 'સગાઈની વાત સામે આવી રહી છે. તમામ તૈયારીઓ કરન જોહરના સુપરવિઝનમાં થઈ રહી છે. બંને પરિવારના ડિસિઝન મેકિંગ મેમ્બર્સ એક સાથે અહીં આવ્યા નથી. કેટલાક દિલ્હીથી રણથંભોર આવ્યા છે. કરન જોહર ત્રણથી ચાર લોકોની સાથે આવી રહ્યો છે.' તો આલિયા ભટ્ટની ટીમે સગાઈની વાતનો ઈનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ માત્ર નવું વર્ષ સેલિબ્રેટ કરવાના છે.

આલિયા ભટ્ટના કાકાએ શું કહ્યું?
આલિયા ભટ્ટ તથા રણબીર કપૂર રણથંભોરમાં સગાઈ કરશે એવી ચર્ચા છે. આલિયાના કાકા મુકેશ ભટ્ટે આડકતરી રીતે આ વાત પર ખુશી પ્રગટ કરી છે. દિવ્ય ભાસ્કરની ખાસ વાતચીતમાં મુકેશ ભટ્ટે કહ્યું હતું, 'હાલમાં હું આ મુદ્દે કંઈ જ કહી શકું એમ નથી. હું હા પણ નહીં કહું અને ના પણ નહીં કહું. હું ખોટું બોલી શકતો નથી. મારી આ જ સમસ્યા છે. મને ખોટું બોલવા માટે મજબૂર ના કરવામાં આવે અને સાચું બોલવા પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ હાલમાં છોકરા તરફથી આવ્યો છે. અત્યારે બોલવું થોડું મુશ્કેલ છે. હવે જ્યારે બધું પાક્કાપાયે થશે તો અમે જરૂરથી કહીશું. હા આજકાલ હું મુંબઈમાં નથી અને હું ક્યાં છું એ ના પૂછો તો સારું.'

ધર્મા પ્રોડક્શનના ક્રૂ-મેમ્બર્સ ત્રણ દિવસથી અહીં
કરન જોહરની ધર્મા પ્રોડક્શનના 12થી વધુ ક્રૂ-મેમ્બર્સ છેલ્લા ત્રણ દિવસથી જયપુર તથા રણથંભોરમાં છે. તેઓ સગાઈની તૈયારીમાં વ્યસ્ત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આલિયાએ ખાસ રણવીરને આમંત્રણ આપ્યું
રણવીર-દીપિકાને રણથંભોરમાં જોતાં સગાઈની ચર્ચાને વધુ વેગ મળ્યો છે. આલિયા ભટ્ટ એક્ટર રણવીર સિંહની ઘણી જ નિકટ છે. આલિયા પોતાના જીવનના આ ખાસ પ્રસંગે રણવીર તથા દીપિકાને બોલાવવા માગતી હતી, આથી જ માનવામાં આવે છે કે આલિયાએ જ રણવીર-દીપિકાને આમંત્રણ આપીને ખાસ બોલાવ્યાં છે.

'ગંગુબાઈ કાઠિયાવાડી' ટીમને કોઈ માહિતી નથી
આલિયાની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' ટીમને સગાઈ અંગે કંઈ જ ખબર નથી. તેમણે કહ્યું હતું, 'ક્રિસમસની રજાઓ માટે તેઓ મુંબઈ બહાર છે. સંજય લીલા ભણસાલી ખંડાલા તથા લોનાવલા સ્થિત પૈતૃક ઘરમાં નવું વર્ષ મનાવશે. તમામ લોકો પાંચ કે સાત જાન્યુઆરીથી શૂટિંગ ફરીથી શરૂ કરશે. શૂટિંગ મુંબઈમાં જ થવાનું છે. પછી ફેબ્રુઆરીમાં દિલ્હીમાં ત્રણ મૂર્તિ ભવનમાં આલિયા ભટ્ટ શૂટિંગ કરશે. અહીં ગંગુબાઈ જ્યારે PMને પોતાની માગણી કહેવા માટે આવે છે, તે સિક્વન્સનું શૂટિંગ થશે. આ શૂટિંગ ભણસાલી કરશે નહીં. તેમનું સેકન્ડ યુનિટ કરશે. આ બધાની વચ્ચે લગ્નની તારીખ કેવી રીતે અને ક્યારે ફિક્સ થાય છે એ જોવું રસપ્રદ રહેશે.'

રણધીર કપૂરે સગાઈની વાતને માત્ર અફવા ગણાવી
ABP ન્યૂઝ સાથેની વાતચીતમાં રણધીર કપૂરે કહ્યું હતું, 'ના, આવું કંઈ જ નથી. આ સમાચારમાં કોઈ તથ્ય નથી. જો રણબીર-આલિયાની સગાઈ થવાની હોત તો હું અને પરિવારના અન્ય સભ્યો ત્યાં હોત. રણબીર, આલિયા તથા નીતુ નવું વર્ષ સેલિબ્રેટ કરવા ગયાં છે.' તો આલિયા ભટ્ટની માતાએ એવો જવાબ આપ્યો હતો કે તે આ અંગે કોઈ વાત કરવા તૈયાર નથી.

નીતુ સિંહે સેલ્ફી શૅર કરી
નીતુ સિંહ તથા રિદ્ધિમા કપૂરે કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. માનવામાં આવે છે કે આજે (30 ડિસેમ્બર) તમામ સ્ટાર્સ રણથંભોરમાં ફરશે. તેઓ નેશનલ પાર્ક પણ જશે.

નીતુ સિંહે શૅર કરેલી સેલ્ફીમાં રણબીર કપૂર, રણવીર સિંહ.
નીતુ સિંહે શૅર કરેલી સેલ્ફીમાં રણબીર કપૂર, રણવીર સિંહ.
રિદ્ધિમાએ આ તસવીર શૅર કરી હતી
રિદ્ધિમાએ આ તસવીર શૅર કરી હતી
આલિયાએ સોશિયલ મીડિયામાં આ તસવીર શૅર કરી હતી.
આલિયાએ સોશિયલ મીડિયામાં આ તસવીર શૅર કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો