વાઇરલ વીડિયો:ડિલિવરી બાદ આલિયા ભટ્ટ પહેલી જ વાર જાહેરમાં જોવા મળી, બહેનની બર્થ ડે પાર્ટીમાં સામેલ થઈ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે છ નવેમ્બરના રોજ દીકરી રાહાને જન્મ આપ્યો હતો. ડિલિવરી બાદ પહેલી જ વાર આલિયાએ ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા. આલિયા ભટ્ટે બહેન શાહિન ભટ્ટનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. આલિયા માતા સોની રાઝદાન સાથે જોવા મળી હતી.

પરિવારની સાથે શાહિને જન્મદિવસ મનાવ્યો
શાહીને પરિવારની હાજરીમાં પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આલિયાએ માતા સાથે મીડિયાને પોઝ આપ્યા હતા. આલિયા ભટ્ટ બહેનની બર્થડે પાર્ટીમાં એકલી જ જોવા મળી હતી.

સો.મીડિયામાં બહેનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
આલિયાએ સો.મીડિયામાં બહેનની તસવીરો શૅર કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેણે કહ્યું હતું, 'બેસ્ટ વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છા, મારી સ્વીટી, મારું નાનકડું તરબૂચ. બહુ જ બધો પ્રેમ.'

સોની રાઝદાને પણ દીકરીને વિશ કરી

હાલમાં આલિયાએ દીકરીનું નામ જાહેર કર્યું
આલિયાએ સો.મીડિયા અકાઉન્ટમાં દીકરીના નામની માહિતી આપતા કહ્યું હતું, 'રાહા'નો અર્થ જોય છે. સંસ્કૃતમાં રાહા એક ગોત્ર છે. બંગાળીમાં આનો અર્થ આરામ તથા રાહત છે. અરબીમાં રાહા એટલે શાંતિ. આ ઉપરાંત ખુશી, સ્વતંત્રતા તથા આનંદ જેવા અનેક અર્થ છે. અમે જ્યારે પહેલી જ વાર તેને હાથમાં લીધી ત્યારે આ તમામ અર્થ ફીલ કર્યા હતા. અમારા પરિવારને એક નવું જીવન આપવા માટે તારો આભાર. એવું લાગી રહ્યું છે કે અમારા જીવનની અત્યારે શરૂઆત થઈ છે.'

6 નવેમ્બરના રોજ દીકરીને જન્મ આપ્યો
આલિયાએ છ નવેમ્બરના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મની જાહેરાત સો.મીડિયામાં કરી આલિયાએ સો.મીડિયામાં સિંહ, સિંહણ તથા બાળ સિંહની તસવીર શૅર કરી હતી. આ તસવીર શૅર કરીને આલિયાએ કહ્યું હતું, 'અમારા જીવનના બેસ્ટ ન્યૂઝ આવી ગયા છે. અમારું બેબી આ દુનિયામાં આવી ગયું છે અને તે દીકરી છે. આ ખુશીને વ્યક્ત કરવી મુશ્કેલ છે. અમે બ્લેસ્ડ પેરેન્ટ્સ બની ગયા છીએ. પ્રેમ, પ્રેમ, પ્રેમ આલિયા તથા રણબીર.'

14 એપ્રિલે લગ્ન કર્યાં ને જૂનમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી
રણબીર તથા આલિયાએ પરિવાર તથા મિત્રોની હાજરીમાં 14 એપ્રિલના રોજ લગ્ન કર્યાં હતાં. પાંચ વર્ષના ડેટિંગ બાદ બંનેએ લગ્ન કર્યાં હતાં. 27 જૂનના રોજ આલિયાએ સો.મીડિયામાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આલિયાએ હોસ્પિટલની તસવીર શૅર કરીને કહ્યું હતું કે તેમનું બાળક ટૂંક સમયમાં આવી રહ્યું છે. તસવીરમાં તે અલ્ટ્રા સાઉન્ડ કરાવતી હતી. આલિયાની સાથે પતિ રણબીર કપૂર હતો. આલિયાએ પ્રેગ્નન્સીમાં સતત કામ કર્યું હતું. પહેલાં તેણે 'હાર્ટ ઑફ સ્ટોન'નું શૂટિંગ કર્યું હતું. ત્યારબાદ તેણે 'ડાર્લિંગ્સ' તથા 'બ્રહ્માસ્ત્ર'નું પ્રમોશન કર્યું હતું. આલિયાએ 'રૉકી ઔર રાની કી પ્રેમકહાની'નું પણ શૂટિંગ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...