તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના લોકડાઉન:લોકડાઉનમાં આલિયા ભટ્ટે ક્રિએટીવ રાઇટીંગનો કોર્સ શરૂ કર્યો, તેણે કહ્યું કે-ઘરમાં રહો અને કંઈક નવું શીખો

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂ઼ડ ડેસ્ક. કોરોના વાઇરસને લીધે લોકો ઘરે જ આઇસોલેશનમાં છે. 21 દિવસના લોકડાઉનમાં સેલેબ્સ ઘરે રહીને પોતાનો સમય પસાર કરી રહ્યા છે. ત્યારે આલિયા ભટ્ટ પોતાને વ્યસ્ત રાખવા માટે હંમેશાં કંઈક નવી પ્રવૃતિ કરતી હોય છે. અભિનેત્રી પોતાના ઘરેથી ક્રિએટીવ રાઇટીંગનો કોર્સ શરૂ કર્યો છે. સોમવારે તેણે બેડ પર તેના સેટઅપનો ફોટો શેર કર્યો હતો. તસવીરમાં નોટ્સ અને લેપટોપ દેખાય છે. ફોટોમાં જોઈ શકાય છે કે, તેના લેપટોપમાં બુકનું હેડિંગ‘ધ ક્રાફ્ટ ઓફ પ્લોટ’ જોવા મળી રહ્યું છે. આ ફોટોને શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, ઘરમાં રહો અને કંઈક નવું શીખો. 
આલિયા અત્યારે ઘરે પોતાનો સમય પસાર કરી રહી છે અને થોડા દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર તેના બોયફ્રેન્ડ રણબીર કપૂર અને તેના પેટ્સના ફોટો શેર કર્યો હતો. તે ઉપરાંત તાજેતરમાં રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટા એક સાથે સેલ્ફ આઈસોલેશનમાં સાથે સમય પસાર કરતો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો પર યુઝર્સે ઘણી કોમેન્ટ કરી હતી.

આલિયા ભટ્ટ આગમી ફિલ્મ સડક-2 માં જોવા મળશે, જેને તેણા પિતા મહેશ ભટ્ટ ડિરેક્ટ કરી રહ્યા છે, જેમણે પહેલા સડક ફિલ્મ બનાવી હતી. તે ઉપરાંત તે સંજય લીલા ભણશાળીની ફિલ્મ ગંગૂબાઈ કાઠીયાવાડી અને રણબીર કપૂરની સાથે બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. 

અન્ય સમાચારો પણ છે...