'ડાર્લિંગ્સ' ટ્રેલર લૉન્ચ ઇવેન્ટ:આલિયા ભટ્ટે યલો ડ્રેસમાં બેબી બમ્પ છુપાવ્યો, ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો જોવા મળ્યો

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મ 'ડાર્લિંગ્સ'નું ટ્રેલર લૉન્ચ કરી દેવામાં આવ્યું છે. લૉન્ચિંગ ઇવેન્ટમાં આલિયા ભટ્ટ યલો ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસ ઘણો જ ખુલતો હતો. પ્રેગ્નન્સીની જાહેરાત બાદ આલિયા પહેલી જ વાર આ રીતે પબ્લિક ઇવેન્ટમાં હાજર રહી હતી.

બેલ શેપ્ડ ડ્રેસમાં બેબી બમ્પ છુપાવ્યો
આલિયાએ આ બેલ શેપ્ડ ડ્રેસમાં સહજતાથી બેબી બમ્બ છુપાવ્યો હતો. આલિયાના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો ઉડીને આંખે વળગતો હતો. આલિયાએ લાઇટ મેકઅપ કર્યો હતો. તેણે પિંક બ્લોક હિલ્સ પહેરી હતી.

ફિલ્મના ટ્રેલરમાં શું છે?
'ડાર્લિંગ્સ' ડાર્ક કોમેડી ફિલ્મ છે. ફિલ્મમાં શૈફાલી શાહ તથા આલિયા ભટ્ટ માતા-દીકરીના રોલમાં છે. શૈફાલી પોતાની જ દીકરીના પતિનું અપહરણ કરાવે છે. ફિલ્મમાં આલિયા તથા વિજય મેરિડ કપલ છે. ફિલ્મમાં આલિયા પતિના અત્યાચારો વિરુદ્ધ લડે છે. આ ફિલ્મને ગૌરી ખાન, આલિયા ભટ્ટ તથા ગૌરવ વર્માએ પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મથી આલિયા પ્રોડ્યૂસર બની છે. આ ફિલ્મ પાંચ ઓગસ્ટે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

ગયા મહિને પ્રેગ્નન્સીની જાહેરાત કરી
આલિયાએ ગયા મહિને પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આલિયાએ 14 એપ્રિલ, 2022ના રોજ લગ્ન કર્યા હતા.

આલિયાના અપકમિંગ પ્રોજેક્ટ્સ
આલિયા 'ડાર્લિંગ્સ' ઉપરાંત 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. આલિયા તથા રણબીર પહેલી જ વાર આ ફિલ્મમાં સાથે જોવા મળશે. આલિયાએ હોલિવૂડ પ્રોજેક્ટ 'હાર્ટ ઑફ સ્ટોન'નું શૂટિંગ પૂરું કર્યું છે. આલિયા 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની'માં રણવીર સિંહ સાથે જોવા મળશે.