વેકેશન:શૂટિંગમાંથી બ્રેક લઈને આલિયા ભટ્ટ માલદીવ્સ ગઈ, 17 હજારની બિકીની પહેરીને બીચ પર એન્જોય કર્યું

મુંબઈ2 વર્ષ પહેલા

આલિયા ભટ્ટે શૂટિંગમાંથી બ્રેક લઈને વેકેશન મનાવવાનું નક્કી કર્યું હતું. હાલમાં તે પોતાની બહેન શાહિન તથા બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા રંજન કપૂર તથા અનુષ્કા રંજન સાથે માલદીવ્સમાં વેકેશન મનાવી રહી છે. આલિયાએ સોશિયલ મીડિયામાં વેકેશનની તસવીરો પણ શૅર કરી છે, જેમાં એક્ટ્રેસ બીચ પર જોવા મળે છે. 27 વર્ષીય આલિયા બીચ પર મલ્ટી કલરની બિકીનીમાં જોવા મળી હતી.

આલિયાએ સો.મીડિયામાં માલદીવ્સની તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'વાદળી દરિયો અને પિસીઝ.' પિસીઝ એટલે મીન રાશિ અને આલિયા ભટ્ટની રાશિ પણ મીન છે.

આલિયાની મલ્ટી રંગની બિકીનીની કિંમત 17 હજાર રૂપિયા
આલિયાએ જે મલ્ટી કલરની બિકીની પહેરી છે તેની કિંમત 17, 496 રૂપિયા છે. આલિયાએ પેપર લંડન બ્રાન્ડની બિકીની પહેરી છે.

બિકીની ટોપની કિંમત 85 પાઉન્ડ એટલે કે ભારતીય ચલણ પ્રમાણે 8498 રૂપિયા થાય છે
બિકીની ટોપની કિંમત 85 પાઉન્ડ એટલે કે ભારતીય ચલણ પ્રમાણે 8498 રૂપિયા થાય છે
બોટોમની કિંમત 90 પાઉન્ડ છે. અંદાજે 8998 રૂપિયા થાય છે
બોટોમની કિંમત 90 પાઉન્ડ છે. અંદાજે 8998 રૂપિયા થાય છે

માલદીવ્સ વેકેશનની તસવીરો

બિકીનીમાં આલિયા ભટ્ટ, બહેન શાહિન
બિકીનીમાં આલિયા ભટ્ટ, બહેન શાહિન
આલિયા ભટ્ટ ફ્રેન્ડ આંકાક્ષા રજન સાથે
આલિયા ભટ્ટ ફ્રેન્ડ આંકાક્ષા રજન સાથે
આકાંક્ષા રંજન તથા આલિયા ભટ્ટ
આકાંક્ષા રંજન તથા આલિયા ભટ્ટ
આલિયા, આકાંક્ષા તથા અનુષ્કા રંજન
આલિયા, આકાંક્ષા તથા અનુષ્કા રંજન

હાલમાં જ આલિયા બીમાર પડી હતી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આલિયા ભટ્ટ ડિસેમ્બર, 2020થી સતત કામ કરે છે. ડિસેમ્બરમાં તેણે 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું શૂટિંગ કર્યું. ત્યારબાદ હૈદરાબાદમાં 'RRR'નું શૂટિંગ કર્યું હતું. બ્રેક દરમિયાન આલિયા ભટ્ટ પરિવાર તથા રણબીર કપૂર સાથે રણથંભોર ગઈ હતી. ત્યાંથી પરત આવ્યા બાદ ફરી પાછું તેણે શૂટિંગ શરૂ કરી દીધું હતું. સતત કામને કારણે આલિયા ભટ્ટમાં એકદમ નબળાઈ આવી ગઈ હતી. 17 જાન્યુઆરી, રવિવારના રોજ આલિયા ભટ્ટને એડમિટ કરવામાં આવી હતી. આલિયાને એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં એક દિવસ માટે દાખલ કરવામાં આવી હતી. તેને એ જ દિવસે ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો હતો. આલિયાએ હોસ્પિટલમાંથી આવીને આરામ કરવાને બદલે બીજા દિવસે એટલે કે 18 જાન્યુઆરીના રોજ શૂટિંગ ચાલુ કરી દીધું હતું.

'બ્રહ્માસ્ત્ર'માં પહેલી જ વાર રણબીર સાથે જોવા મળશે
આલિયા ભટ્ટ પ્રેમી રણબીર કપૂર સાથે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. આ ફિલ્મ છેલ્લાં ઘણાં સમયથી બની રહી છે. આલિયા ભટ્ટ ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'હીરા મંડી'માં કામ કરે તેવી શક્યતા છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય, માધુરી દીક્ષિત, દીપિકા પાદુકોણ, પરિણીતી ચોપરા, વિદ્યા બાલન પણ કામ કરે તેવી શક્યતા છે. આ ફિલ્મ થિયેટરને બદલે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત આલિયા સાઉથ ડિરેક્ટર રાજમૌલિની ફિલ્મ 'RRR'માં જોવા મળશે.

આ સ્ટાર્સે પણ માલદીવ્સમાં વેકેશન એન્જોય કર્યું હતું
કોરોનાને કારણે બોલિવૂડના ડઝનથી પણ વધુ સ્ટાર્સે માલદિવ્સમાં વેકેશનનની મજા માણી હતી. તાપસી પન્નુ, વરુણ ધવન, ટાઈગર શ્રોફ-દિશા પટ્ટણી, એલી અવરામ, મૌની રોય, અંગદ બેદી-નેહા ધૂપિયા, નાગ ચૈતન્ય-સમંથા, કેટરીના કૈફ સહિતના ઘણાં સેલેબ્સ માલદિવ્સ ગયા હતા. બોલિવૂડ તથા સાઉથ એક્ટ્રેસ કાજલ અગ્રવાલે માલદિવ્સમાં પોતાનું હનિમૂન એન્જોય કર્યું હતું. સિદ્ધાર્થ મલ્હોત્રા તથા કિઆરા અડવાણી અને ઈશાન ખટ્ટર-અનન્યા પાંડેએ માલદીવ્સમાં નવું વર્ષ સેલિબ્રેટ કર્યું હતું.