અનુષ્કા-આદિત્યની સંગીત સેરેમની:આલિયા ભટ્ટે બેસ્ટી સાથે મનમૂકીને ડાન્સ કર્યો, દુલ્હને ટકીલા શોટ માર્યો

મુંબઈ11 દિવસ પહેલા
  • અનુષ્કા રંજન તથા આદિત્ય સીલની સંગીત સેરેમનીમાં અનેક સેલેબ્સ હાજર રહ્યા

અનુષ્કા રંજન તથા આદિત્ય સીલની સંગીત સેરેમનીમાં બોલિવૂડના અનેક જાણીતા સેલેબ્સ જોવા મળ્યા હતા. આલિયા ભટ્ટ, અથિયા શેટ્ટી, ભૂમિ પેડનેકર, વાણી કપૂર વગેરે જોવા મળ્યા હતા. અનુષ્કાના ખાસ મિત્રોમાં આલિયા, વાણી તથા ક્રિસ્ટલ ડિસોઝા છે. સંગીત સેરેમનીમાં આલિયાએ કમાલનો ડાન્સ કર્યો હતો.

આલિયાના ડાન્સે મચાવી ધમાલ
સંગીત ફંક્શનમાં આલિયા ભટ્ટે ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાનો ડિઝાઇનર લેમન યલો બેકલેસ લહેંગો પહેર્યો હતો. આલિયાએ બોલિવૂડના વિવિધ સોંગ્સ પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો. આલિયાએ રાની મુખર્જીની ફિલ્મ 'સાથિયા'ના ગીત 'છલકા છલકા રે..' પર આંકાક્ષ રંજન, વાણી કપૂર સાથે ડાન્સ કર્યો હતો.

અનુષ્કાએ ટકીલા શોટ માર્યો
અનુષ્કા રંજન ભાવિ પતિ આદિત્ય સીલ સાથે ડાન્સ કરતી હતી. આ સમયે ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ અનુષ્કાને ટકીલા શોટ પીવા માટે આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે અનુષ્કા રંજને 'વેડિંગ પુલાવ', 'બત્તી ગુલ મીટર ચાલુ' જેવી ફિલ્મમાં કામ કર્યું છે, જ્યારે આદિત્ય સીલ 'તુમ બિન 2', 'સ્ટૂડન્ટ ઓફ ધ યર 2' તથા 'ઇંદુ કી જવાની'માં જોવા મળ્યો છે.

તસવીરો-વીડિયોમાં અનુષ્કા રંજનની સંગીત સેરેમની....

રવિના ટંડન તથા ભાગ્યશ્રી
રવિના ટંડન તથા ભાગ્યશ્રી
સુઝાન ખાન મિત્રો સાથે
સુઝાન ખાન મિત્રો સાથે
ભૂમિ પેડનેકર મિત્રો સાથે
ભૂમિ પેડનેકર મિત્રો સાથે
આલિયા ભટ્ટ મિત્ર ઓરહાન સાથે
આલિયા ભટ્ટ મિત્ર ઓરહાન સાથે
ડાબેથી, રવિના ટંડન, આકાંક્ષા રંજન, આલિયા ભટ્ટ તથા શશિ રંજન
ડાબેથી, રવિના ટંડન, આકાંક્ષા રંજન, આલિયા ભટ્ટ તથા શશિ રંજન
આદિત્ય સીલ તથા અનુષ્કા રંજન
આદિત્ય સીલ તથા અનુષ્કા રંજન