વાઇરલ તસવીરો:મહેંદી ફંક્શનમાં આલિયા ભટ્ટે ધ્રૂસકે ધ્રૂસકે રડતી બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષાને છાની રાખી હતી

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આલિયા-રણબીરે 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા રંજને સો.મીડિયામાં લગ્નની તસવીરો શૅર કરી છે. આલિયાના મહેંદી ફંક્શનમાં આકાંક્ષા ભાવુક થઈને રડી પડી હતી.

આકાંક્ષાએ સો.મીડિયામાં તસવીરો શૅર કરી
આકાંક્ષાએ સો.મીડિયામાં આલિયા ભટ્ટની મહેંદી સેરેમનીની તસવીરો શૅર કરી હતી. આ તસવીરમાં આકાંક્ષાના વિવિધ મૂડ જોઈ શકાય છે. બેસ્ટ ફ્રેન્ડના લગ્ન થવાના હોવાથી આકાંક્ષા એકદમ ઇમોશનલ થઈ જાય છે. તે રડવા લાગે છે. આલિયા ભટ્ટ બેનપણીને શાંત પાડતી જોઈ શકાય છે. આકાંક્ષાની બહેન અનુષ્કાએ કમેન્ટ કરતાં કહ્યું હતું કે તે લગ્નમાં બહુ જ રડી હતી. આલિયાએ કમેન્ટ કરતાં કહ્યું હતું, 'ડેડ.' અને પછી હસતી ઇમોજી પોસ્ટ કરી હતી.

આકાંક્ષાએ મહેંદી સેરેમનીની શૅર કરેલી તસવીરો...

આલિયા તથા રણબીર કપૂરે 14 એપ્રિલના રોજ પોતાના ઘર વાસ્તુ અપાર્ટમેન્ટમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં પરિવાર તથા નિકટના મિત્રો જ હાજર રહ્યા હતા. લગ્ન બાદ આલિયા-રણબીરે ઘરમાં જ વેડિંગ પાર્ટી આપી હતી.

લગ્નના થોડાં દિવસ બાદ જ બંને કામે વળગ્યા
રણબીર કપૂર લગ્નના ત્રણ દિવસ બાદ જ કામ પર ચઢી ગયો હતો. રણબીરે મનાલીમાં ફિલ્મ 'એનિમલ'નું શૂટિંગ કર્યું હતું. આલિયા ભટ્ટે લગ્નના પાંચમા દિવસથી ફિલ્મ 'રૉકી ઔર રાની કી પ્રેમકહાની'નું શૂટિંગ રાજસ્થાનમાં કર્યું હતું.