આલિયા ભટ્ટે પ્રેમી રણબીર કપૂર વગર કરન જોહરના ઘરે 28મા જન્મદિવસની પાર્ટી માણી હતી. કરન જોહરના ઘરે યોજાયેલી આ ગ્રાન્ડ પાર્ટીમાં શાહરુખનો દીકરો આર્યન ખાન, અર્જુન-મલાઈકા, દીપિકા-રણવીર સહિતના સેલેબ્સ હાજર રહ્યાં હતાં. આલિયા ભટ્ટ બ્લેક આઉટફિટમાં ગોર્જિયસ લાગતી હતી. ઉલ્લેખનીય છે કે રણબીર કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાથી તે હાલમાં હોમ આઈસોલેશનમાં છે.
દીપિકા-રણવીર અલગ-અલગ આવ્યા
આલિયાની બર્થડે પાર્ટીમાં દીપિકા પાદુકોણ તથા રણવીર સિંહ અલગ-અલગ કારમાં આવ્યા હતા. અર્જુન તથા મલાઈકા એક જ કારમાં જોવા મળ્યા હતા. અર્જુને જાતે કાર ડ્રાઈવ કરી હતી. 'બ્રહ્માસ્ત્ર'ના ડિરેક્ટર અયાન મુખર્જી પણ પાર્ટીમાં આવ્યો હતો. આ ઉપરાંત ડિરેક્ટર શકુન બત્રા, શશાંક ખૈતાન તથા આદિત્ય રોય કપૂર પણ પાર્ટીમાં જોવા મળ્યા હતા.
આલિયા ભટ્ટની પાર્ટી તસવીરોમાં....
'RRR'માં આલિયાનો ફર્સ્ટ લુક રિલીઝ
એસ એસ રાજમૌલિએ આલિયાના જન્મદિવસ પર ફિલ્મ 'RRR'માં એક્ટ્રેસનો ફર્સ્ટ લુક સો.મીડિયામાં શૅર કર્યો છે. આ ફિલ્મમાં આલિયાએ સીતાનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મમાં જુનિયર NTR તથા રામ ચરણ લીડ રોલમાં છે.
કરન જોહરે આલિયાને બોલિવૂડમાં લૉન્ચ કરી
કરન જોહરે 2012માં 'સ્ટૂડન્ટ ઓફ ધ યર'થી આલિયાને બોલિવૂડમાં લૉન્ચ કરી હતી. આલિયા ભટ્ટ ડિરેક્ટર-પ્રોડ્યૂસર કરન જોહરને પોતાનો મેન્ટર માને છે. આલિયાએ 9 વર્ષની કરિયરમાં વિવિધ પ્રકારના રોલ પ્લે કર્યા છે, જેમાં ઈમ્તિયાઝ અલીની 'હાઈવે', અભિષેક ચૌબેની 'ઉડતા પંજાબ', મેઘના ગુલઝારની 'રાઝી' સહિતની ફિલ્મ સામેલ છે.
છેલ્લે 'સડક 2'માં જોવા મળી
આલિયા ભટ્ટની ફિલ્મ 'સડક 2' ગયા વર્ષે ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઈ હતી. આ ફિલ્મને ક્રિટિક્સ તથા દર્શકોએ વખોડી નાખી હતી.
રણબીર સાથે સંબંધો
પર્સનલ ફ્રન્ટની વાત કરીએ તો આલિયા તથા રણબીર એકબીજાના પ્રેમમાં છે. ગયા વર્ષે રિશી કપૂરના નિધન સમયે આલિયા, નીતુ સિંહ તથા રણબીર કપૂરને સાંત્વના આપતી જોવા મળી હતી. આલિયાએ કપૂર પરિવાર સાથે નવું વર્ષ પણ સેલિબ્રેટ કર્યું હતું અને તેઓ રણથંભોર ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.