આલિયા ભટ્ટ તથા રણબીર કપૂરે આફ્રિકામાં ન્યૂ યર સેલિબ્રેટ કર્યું હતું. બંનેએ અહીં ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કર્યો હતો. હવે આલિયા ભટ્ટે સો.મીડિયામાં વેકેશનની તસવીરો શૅર કરી છે. આ તસવીરો આલિયાના પ્રેમી રણબીર કપૂરે ક્લિક કરી છે. આલિયા નો મેકઅપ લુકમાં ઘણી જ સુંદર લાગે છે.
આલિયાએ પહેલી જ વાર રણબીરને બોયફ્રેન્ડ કહ્યો
આલિયાએ શૅર કરેલી તસવીરો સાથે કેપ્શન આપ્યું હતું, 'મારા બોયફ્રેન્ડની ફોટોગ્રાફી સ્કિલ્સને અજમાવતા.' આલિયાએ પહેલી જ વાર સોશિયલ મીડિયામાં રણબીર કપૂરને બોયફ્રેન્ડ કહ્યો છે.
દિવાળી સાથે સેલિબ્રેટ કરી હતી
આલિયા ભટ્ટ તથા રણબીર કપૂરના સંબંધો જગજાહેર છે. દિવાળી પર પણ આલિયા ભટ્ટે પ્રેમી રણબીર કપૂર સાથેની તસવીર શૅર કરી હતી. બંને એકબીજાના પરિવાર સાથે સમય પસાર કરે છે.
'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે
ડિરેક્ટર અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ પહેલી જ વાર સાથે જોવા મળશે. હાલમાં જ ફિલ્મની ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં રણબીર-આલિયા ઉપરાંત અમિતાભ બચ્ચન, મૌની રોય પણ છે. આલિયા થોડા દિવસ પહેલાં 'RRR'ના પ્રમોશનમાં વ્યસ્ત હતી. ફિલ્મના પ્રમોશનના ભાગરુપે આલિયા ફિલ્મની ટીમ સાથે 'બિગ બોસ 15'ના ઘરમાં આવી હતી. આ ફિલ્મ 7 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાના વધતા કેસને કારણે ફિલ્મ રિલીઝ પોસ્ટપોન કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.