તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂ હોમ:આલિયાએ મુંબઈમાં બીજું ઘર ખરીદ્યું, પ્રેમી રણબીરની પડોશી બની, ગૌરી ખાન 32 કરોડના ફ્લેટનું ઈન્ટિરિયર કરશે

મુંબઈ8 મહિનો પહેલા
  • આલિયાએ પહેલો ફ્લેટ જુહૂમાં 13.11 કરોડમાં ખરીદ્યો હતો
  • વર્ષ 2018માં લંડનમાં પણ ઘર ખરીદ્યું હતું
  • એક્ટ્રેસ પાસે બે મુંબઈમાં અને એક લંડનમાં એમ કુલ ત્રણ ઘર

આલિયા ભટ્ટે મુંબઈમાં બીજા ફ્લેટ ખરીદ્યો છે. આલિયાનો એક ફ્લેટ જુહૂમાં છે અને હવે તેણે બાન્દ્રામાં નવો ફ્લેટ લીધો છે. લંડનમાં પણ આલિયાનું એક ઘર છે. આલિયાએ જે નવો ફ્લેટ ખરીદ્યો છે, તે પ્રેમી રણબીર કપૂરની બિલ્ડિંગમાં જ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રણબીર કપૂર બાન્દ્રાના વાસ્તુ પાલી હિલ કોમ્પ્લેક્સમાં સાતમા માળે રહે છે. આલિયાએ આ જ બિલ્ડિંગમાં પાંચમા માળે ફ્લેટ ખરીદ્યો છે. આલિયાનો ફ્લેટ 2460 સ્કેવર ફૂટનો છે અને આ ફ્લેટની કિંમત અંદાજે 32 કરોડ રૂપિયા છે. આ બિલ્ડિંગ ક્રિષ્ના રાજ બંગલોની એકદમ નજીકમાં છે.

ગૌરી ખાન જ ડિઝાઈન કરશે
આલિયાના નવા ફ્લેટનું ઈન્ટિરિયર ડિઝાઈનિંગ ગૌરી ખાન જ કરશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં રણબીરના ઘરનું ઈન્ટિરિયર પણ ગૌરી ખાને જ કર્યું હતું. ધનતેરસના દિવસે ભટ્ટ પરિવારે આ ઘરમાં નાનકડો હવન કર્યો હતો. આ હવનમાં રણબીર, અયાન મુખર્જી, કરન જોહર તથા પરિવારના સભ્યો સામેલ રહ્યાં હતાં.

આલિયાએ પહેલું ઘર 13.11 કરોડમાં ખરીદ્યું હતું
આલિયાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં એક ઈન્ટરવ્યૂમાં વાત કરતાં કહ્યુ હતું કે તેણે પોતાનો પહેલો ફ્લેટ જુહૂમાં ખરીદ્યો હતો. આ ફ્લેટ તેણે 13.11 કરોડમાં લીધો હતો. રોકાણ અંગે આલિયાએ કહ્યું હતું કે તેને હજી પણ રોકાણમાં ખાસ ગતાગમ પડતી નથી. જોકે, છેલ્લાં કેટલાંક વર્ષોથી તે આ બધું શીખી રહી છે. તેણે જુહુમાં ઘર ખરીદ્યું તે તેની પહેલી પ્રોપર્ટી છે. તે FD, બોન્ડ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે.

2018માં લંડનમાં ઘર ખરીદ્યું
આલિયાનું સપનું હતું કે લંડનમાં તેનું પોતાનું ઘર હોય. 2018માં તેનું આ સપનું સાકાર થયું હતું. તેણે લંડનમાં કોવેન્ટ ગાર્ડનમાં પોતાનું ઘર ખરીદ્યું હતું. અહીંયા તેની બહેન શાહીન અવાર-નવાર રહેવા આવતી હોય છે.

આલિયાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં જોવા મળશે. આ ઉપરાંત તે અયાન મુખર્જીની 'બ્રહ્માસ્ત્ર', એસ એસ રાજમૌલિનીની 'RRR'માં કામ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...