તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આલિયાની પ્રાઉડ મોમેન્ટ:રણબીર કપૂર ચેરિટી માટે તેની વોર્ડરોબ આઈટમ ડોનેટ કરશે, આલિયાએ સોશિયલ મીડિયા પર વાત શેર કરી

એક મહિનો પહેલા

આલિયા ભટ્ટે અનાઉન્સ કર્યું છે કે તેનો બોયફ્રેન્ડ રણબીર કપૂર તેના વોર્ડરોબનો સામાન ચેરિટી માટે ડોનેટ કરી રહ્યો છે. આ વોર્ડરોબ આઇટમ્સથી જે કમાણી થશે તે કેન્સર સામે લડી રહેલા બાળકોના ન્યુટ્રિશનલ ફૂડ પાછળ ખર્ચ થશે. આ કામ માટે આલિયાનું ઓર્ગેનાઇઝેશન કો-એક્ઝિસ્ટ હેલ્પ કરશે. આ વાતની જાણકારી આલિયાએ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી છે.

રણબીરનો ફોટો શેર કરીને આલિયા લખે છે, ટડા, રણબીર તમારી સાથે વોર્ડરોબ શેર કરી રહ્યો છે. ત્યારબાદ કેન્સર સામે લડતા બાળકોને જરૂરી પોષણ આપવા માટે આગળ કામ કરવામાં આવશે. આ કામમાં કડલ્સ ફાઉન્ડેશન મદદ કરશે.

2017થી સોશિયલ વર્કમાં એક્ટિવ છે આલિયા
વર્ષ 2017માં આલિયાએ એક ઇકોલોજિકલ પહેલ કો-એક્ઝિસ્ટ શરૂ કરી હતી. આ પ્રાણીઓ અને ઇકોલોજિકલ મુદ્દે કામ કરે છે. આ પહેલનો હેતુ કમ્યુનિટીઝને એક એવા ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવાનો છે જ્યાં માણસ અને નેચરની હાર્મની કાયમ રહી શકે.

લગ્નનો સવાલ ટાળી દે છે રણબીર
રણબીરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો કોરોના મહામારી આપણા જીવનમાં ન આવી હોત તો આ ડીલ સીલ થઇ ગઈ હોત. જોકે તેણે કઈ ન કહીને આને જિન્ક્સ બનવાથી અટકાવી દીધું. રણબીરે કહ્યું હતું કે, હું મારી લાઈફમાં ટૂંક સમયમાં તે ગોલ પર ટિક કરવા માગું છું. આલિયા અને રણબીર પહેલીવાર અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં મોટા પડદે એકસાથે દેખાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો