લગ્નની INSIDE વાતો:સાસુમાએ જમાઈ રણબીરને 2.5 કરોડની ગિફ્ટ આપી, સાળીઓએ જીજાજી પાસે જૂતાં ચોરવાના 11.5 કરોડ માગ્યા

મુંબઈએક મહિનો પહેલા

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે 14 એપ્રિલના રોજ લગ્ન કર્યાં હતાં. આલિયાના વેડિંગ પિક્સ ને ઇન્સાઇડ વાતોની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. લગ્નમાં મહેમાનોને કીમતી ગિફ્ટ્સ આપવામાં આવી હતી.

મહેશ ભટ્ટ સસરા એન રાઝદાન સાથે.
મહેશ ભટ્ટ સસરા એન રાઝદાન સાથે.

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, લગ્નના દિવસે જ આલિયા તથા રણબીરની સગાઈ થઈ હતી. કપૂર ફેમિલીએ આલિયા ભટ્ટને ડાયમંડ રિંગ આપી હતી તો ભટ્ટ ફેમિલીએ જમાઈ રણબીરને બ્રાન્ડેડ ઘડિયાળ આપી હતી. સૂત્રોના મતે, રણબીરને સાસુ સોની રાઝદાને અઢી કરોડની ઘડિયાળ આપી હતી.

મહેમાનોને શું આપવામાં આવ્યું?
રીત-રિવાજ પ્રમાણે, લગ્નમાં સામેલ તમામ મહેમાનોને ગિફ્ટ આપવામાં આવી હતી. તમામ મહેમાનોને આલિયા ભટ્ટે પસંદ કરેલી કાશ્મીરી શાલ આપવામાં આવી હતી.

ભટ્ટ પરિવાર તથા રણબીર-આલિયા.
ભટ્ટ પરિવાર તથા રણબીર-આલિયા.

રણબીરે સાળીઓને શું આપ્યું?
જૂતાં ચોરીની વિધિમાં ભટ્ટ પરિવારની છોકરીઓએ 11.5 કરોડ રૂપિયા માગ્યા હતા. આ સમયે ઘણી જ ધમાલ-મસ્તી થઈ હતી. અંતે, રણબીર કપૂરે સાળીઓને એક લાખ રૂપિયાનું કવર આપ્યું હતું.

રણબીર-આલિયા.
રણબીર-આલિયા.

આલિયાની ચૂડા સેરેમની યોજાઈ નહીં
આલિયાની ચૂડા સેરેમની યોજાઈ નહોતી. ચૂડા સેરેમનીમાં 40 દિવસથી એક વર્ષ સુધી ચૂડા પહેરવા પડે છે. આલિયા ટૂંક સમયમાં જ હોલિવૂડ ડેબ્યુ પ્રોજેક્ટ શરૂ કરશે, આથી જ તે 40 દિવસ સુધી ચૂડા પહેરી શકે એમ નહોતી અને તેથી જ વિધિ કરવામાં આવી નહીં. આ જ કારણે માત્ર કલીરે સેરેમની જ યોજાઈ હતી.