તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આ શુક્રવારે અલી અબ્બાસ ઝફર 'તાંડવ'થી OTT પર ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે. ફિલ્મમાં જે રાજનીતિની ઝલક છે, તેના વિશે તેણે કહ્યું કે અમે આ વિચાર 2013-14માં કન્સીવ કર્યો હતો. રાજકારણ રસપ્રદ ટોપિક છે. ટીવી પર આને જ વધુ પસંદ કરવામાં આવે છે. મારા માતા-પિતા તો ચોવીસ કલાક આ જ જુએ છે. ઈનફેક્ટ મોટાભાગના ઘરોમાં લોકો પોલિટિકલ ન્યૂઝ જ સાંભળે છે. એટલે મને લાગ્યું કે, 'તાંડવ' જેવા પોલિટિકલ ડ્રામાને લોકો પસંદ કરશે જ.
સૈફ સ્માર્ટ રાજનેતા બન્યો છે
અલીએ જણાવ્યું, આ શેક્સપિયર ડ્રામા છે. તે જેમ 'ઓથેલો' અને 'મેકબેથ' લખતા હતા, 'તાંડવ' તેવી જ સ્ટોરી છે. શેક્સપિયરની સ્ટોરીના રોલ સત્તા માટે જે ટ્રીક યુઝ કરે છે, આ પણ તેવી જ છે. એટલે આમાં દરેક રોલ મેઈન લીડ સમર પ્રતાપ સિંહ અથવા પછી અનુરાધા જેટલો જ મહત્ત્વનો છે. તે એટલા માટે કે સત્તાને માત્ર એક માણસ જ ચલાવી ન શકે. એક પ્યાદો પણ ખુરશી ખસેડી શકે છે.
સમર પ્રતાપ સિંહનો રોલ પ્લે કરવા માટે સૈફ અલી ખાનને મનાવવો સરળ હતો. તે એટલા માટે કે તેને આમાં દરેક રોલ સારી રીતે લખાયો છે એવું લાગ્યું. હવે તે આમાં ચાણક્ય જેવો છે કે ચંદ્રગુપ્ત, તે જાણવા શો જોવો પડશે. એટલું જરૂર છે કે તે ઘણો સ્માર્ટ રાજકારણી છે.
પટૌડી પેલેસમાં શૂટિંગ થયું
શોનું શૂટિંગ દિલ્હી સહિત પટૌડી પેલેસમાં થયું છે. યુનિવર્સિટીમાં પણ શૂટિંગ થયું છે. અનુરાધાના રોલ માટે ડિમ્પલ કપાડિયાને એટલા માટે પસંદ કર્યા કે તેમને એક્સપ્લોર કરવાના બાકી છે. તે ત્યારે 'ટેનેન્ટ' શૂટ કરી રહ્યા હતા. તેમને પણ મનાવવામાં વધુ સમય ન લાગ્યો. અમારું શૂટિંગ પણ ઘણું સરળતાથી થઇ ગયું. નવ એપિસોડ અમે 60દિવસમાં શૂટ કરી લીધા.
કન્ટેન્ટ મહત્ત્વ ધરાવે છે, પડદો નહીં
અલીએ આગળ જણાવ્યું, વેબ શોનો પણ સ્કેલ લાર્જ થઇ ગયો છે. સૈફ પછી અક્ષય પણ મોટું નામ છે, જે વેબ શોમાં આવવાના છે. જ્યાં સુધી સવાલ છે સલમાન ખાન નો તો તેની સાથે ક્યારેય ડિરેક્ટલી આવી વાત નથી થઇ. મને લાગે છે કે લોકો સમજી રહ્યા છે કે હવે કન્ટેન્ટજ મહત્ત્વ ધરાવે છે. નાનો, મોટો કે ત્રીજો પડદો નહીં. તે એટલા માટે કે બંને જગ્યા એકસમાન ક્વોલિટી ટેક્નિક યુઝ કરી રહી છે. હા, હવેથી અમુક કન્ટેન્ટ થિયેટર માટે હશે. અમુક વેબ શો માટે. આ વાત સમજ આવતા જ સ્ટાર્સ અલગ- અલગ પ્લેટફોર્મ પર અલગ અલગ કન્ટેન્ટ માટે કામ કરશે.
સૈફ અને સલમાનમાં આ છે સમાનતા
અલીએ પોતાના એક્ટર્સ વિશે જણાવ્યું કે, સૈફ અને સલમાન ઘણા જ સરખા એક્ટર છે. બંને ડિરેક્ટરને એકદમ સાંભળે છે. જે કંઈપણ મેં સલમાન પાસેથી શીખ્યું છે, તે બધું સેફ પર યુઝ કર્યું છે. સૈફની સારી વાત એ છે કે તે માત્ર સિનેમાની વાત નથી કરતો. તે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, હિસ્ટ્રી બધા પર વાત કરે છે. તે ઘણો ફની છે. સલમાન પણ એટલો જ ફની છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.