બોક્સ ઓફિસ કલેક્શન:ઓપનિંગ ડે પર અક્ષયની 'સમ્રાટ પૃથ્વીરાજ'ની નબળી શરૂઆત, પહેલા દિવસે 10.50 કરોડથી વધારેની કમાણી કરી

એક મહિનો પહેલા

અક્ષયકુમારની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' 3 જૂનનાં રોજ બધા જ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થઇ છે. મોટા બજેટની આ ફિલ્મ પહેલાં દિવસે સારું પ્રદર્શન કરી શકી ન હતી, પરંતુ વીકએન્ડ પર આ ફિલ્મની કમાણી વધી શકે છે.

આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ થઈ હતી, તો બીજી તરફ મેકર્સે પ્રમોશનમાં કોઈ કસર છોડી ન હતી. ઓપનિંગ ડે પર ફિલ્મની શરૂઆત ધીમી હતી, પરંતુ 10.50 થી 11.50 કરોડની કમાણી ઓછી નથી. આ ફિલ્મ 300 કરોડના બજેટમાં બની છે. આ ફિલ્મ સાથે કમલ હાસનની ફિલ્મ 'વિક્રમ' પણ રિલીઝ થઈ છે.

ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'ની કમાણી
અક્ષય કુમાર, સંજય દત્ત, સોનુ સૂદ અને માનુષી છિલ્લર અભિનીત ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' પ્રથમ દિવસે અપેક્ષાઓ પર ખરી ઉતરી ન હતી. પિંકવિલાના રિપોર્ટ અનુસાર,ઓપનિંગ ડે પર ફિલ્મે 10.50 થી 11.50 કરોડનો બિઝનેસ કર્યો હતો. મોટા બજેટની આ ફિલ્મે અંડર પરફોર્મન્સ આપ્યું હતું.

આ રાજ્યોમાં કરવામાં આવી ટેક્સ ફ્રી
સમ્રાટ પૃથ્વીરાજને યુપી અને મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. હવે રાજસ્થાનમાં પણ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માગ ઉઠી છે. રાજસ્થાન મહાન યોદ્ધા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનું જન્મસ્થળ હોય તેથી માગ ઉઠી છે.

દર્શકોનું જીત્યું દિલ
ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'ને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માનુષી છિલ્લર આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સિવાય સંજય દત્ત અને સોનુ સૂદે પણ ફિલ્મમાં પોતાની એક્ટિંગથી દર્શકોના દિલ જીતી લીધા છે.

ફિલ્મ ઓનલાઇન લીક થઇ
ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ રિલીઝ થયાના થોડા કલાકો બાદ ઓનલાઈન લીક થઈ ગઈ હતી. જેના કારણે પણ ફિલ્મને મોટો ફટકો પડી શકે છે. દર વખતની જેમ તમિલરોકર્સે આ ફિલ્મને લીક કરી છે. જે પછી તે Filmywap અને Movierulz પર ઉપલબ્ધ છે.