• Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Akshay To Raise Prithviraj Chauhan From October 8, Corona Test Of Crew Members From Tuesday, No One Will Go Home, Stay In The Hotel Near The Studio

કોરોના કાળમાં ફરી કામ પર પરત ફરશે અક્ષય:'પૃથ્વીરાજ ચૌહાણ'નું શૂટિંગ શરૂ કરશે અક્ષય કુમાર, હોટલમાં જ રહેશે બધા ક્રૂ-મેમ્બર્સ, કોઈ ઘરે નહીં જઈ શકે

2 વર્ષ પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક

કોરોના કાળમાં પણ અક્ષય કુમાર ઘણો એક્ટિવ છે અને ઘણી ઝડપથી ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યો છે. હાલમાં જ ફિલ્મ 'બેલબોટમ' પૂરી કર્યા બાદ તે હવે ટૂંક સમયમાં યશરાજ પ્રોડક્શનની ફિલ્મ 'પૃથ્વીરાજ ચૌહાણ'નું શૂટિંગ શરૂ કરવાનો છે. તેના નજીકના લોકોનું કહેવું છે કે તે 8 ઓક્ટોબરથી આ ફિલ્મનું શૂટ શરૂ કરી દેશે.

ફિલ્મના શૂટિંગની તૈયારી માટે મંગળવારથી ક્રૂ મેમ્બર્સના કોરોના ટેસ્ટ શરૂ થઇ ગયા છે અને નેગેટિવ રિઝલ્ટ આવનારા લોકોને જ સ્ટુડિયોમાં એન્ટ્રી આપવામાં આવશે. આ દરમ્યાન પ્રોડક્શન સાથે જોડાયેલા લોકોને સ્ટુડિયોની નજીક હોટલમાં રોકવામાં આવ્યા છે. આખું ક્રૂ શૂટિંગ પહેલાં અને પછી એકસાથે હોટલથી સ્ટુડિયો સુધી અવર-જવર કરશે. ટેક્નિકલી આને 'બાયો બબલ' કહેવામાં આવે છે.

ફિલ્મનું 30% શૂટિંગ થવાનું બાકી
આ પહેલાં 'પૃથ્વીરાજ ચૌહાણ'ની ટીમે સાડા 6 મહિના પહેલાં જયપુરમાં આઉટડોરમાં એક્શન સિક્વન્સ શૂટ કર્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે, '8 ઓક્ટોબરથી હવે ક્લાઈમેક્સ શૂટ થશે. તેમાં મોહમ્મ્દ ગૌરી, પૃથ્વીરાજ ચૌહાણને અંધ કરાવી દે છે. તે જ સિક્વન્સ શૂટ કરવામાં આવશે, સાથે જ આ દરમ્યાન તેમની સેનાઓની લડાઈ પણ દેખાડવામાં આવશે. જયપુર સુધી ફિલ્મનો 70% હિસ્સો શૂટ કરવામાં આવી ચૂક્યો હતો. બાકી બચેલો 30% હિસ્સો પણ શૂટ કરવામાં આવશે.'

50 લોકો સાથે શૂટ કરશે વોર સિક્વન્સ
હાલની સ્થિતિ મુજબ વોર સિક્વન્સ પણ સ્ટુડિયોમાં જ શૂટ કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે કોરોનાને કારણે 50થી વધુ લોકોને શૂટિંગ પર રાખી શકાય નહીં. એટલી જ સંખ્યામાં વોર સિક્વન્સ શૂટ કરવામાં આવશે. સામાન્ય દિવસોમાં આવા સિક્વન્સ 400થી 500 લોકો સાથે શૂટ થતા હતા. હવે ઓછા ક્રૂ મેમ્બર્સ સાથે શૂટ કરવામાં આવશે. આગળ પોસ્ટ પ્રોડક્શનમાં VFXની મદદથી તેને 1000ની સેનામાં બદલી નાખવામાં આવશે.

'બેલબોટમ'માં જેમ્સબોન્ડની જેમ દેખાશે અક્ષય
'બેલબોટમ' ફિલ્મમાં અક્ષય કુમાર 80ના દશકના જેમ્સબોન્ડ સ્ટાઇલના એક્શન કરતો જોવા મળશે. સેટ પર હાજર લોકોએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું, 'અમારી ફિલ્મ 70 અને 80ના દશકમાં સેટ છે. સાથે જ યુરોપ, ચાઈના, રશિયા, અમેરિકાના જાસૂસો સાથે ડીલ કરે છે. આવામાં ફિલ્મના હીરોને ઇન્ડિયન જેમ્સબોન્ડ જેવો દેખાડવામાં આવ્યો છે, જે માઈન્ડ ગેમ રમવામાં પણ એક્સપર્ટ છે. હા, પણ આધુનિક ટેક્નોલોજીથી ભરપૂર ઘડિયાળ, ગાડીઓ વગેરે જે રીયલ જેમ્સબોન્ડ પાસે હોય છે તે બધું નથી.'

ફિઝિકલ એક્શન ઓછું રાખવામાં આવ્યું
ફિલ્મની એક્શન ટીમે ફિલ્મમાં બ્લાસ્ટવાળા સીન ઓછા રાખ્યા છે. આવું એટલા માટે કારણકે ઘણા ઓછા સમયમાં ફિલ્મને શૂટ કરવાનું હતું. વિલન સાથે ફાઇટિંગ પણ ઓછી રાખવામાં આવી છે. અહીંયા અક્ષય કુમાર માઈન્ડ ગેમથી દુશ્મનોને હંફાવશે.'

અન્ય સમાચારો પણ છે...