ખિલાડી કુમાર ભાવુક થયો:'પૃથ્વીરાજ'ની ટ્રેલર લૉન્ચિંગ ઇવેન્ટમાં માતાને યાદ કરીને અક્ષય કુમારની આંખો ભીની થઈ

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફિલ્મ 'પૃથ્વીરાજ' 3 જૂનના રોજ થિયેટરમાં રિલીઝ થશે

અક્ષય કુમારની ફિલ્મ 'પૃથ્વીરાજ'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અક્ષય કુમારે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનો રોલ પ્લે કર્યો છે. ટ્રેલર લોન્ચિંગ ઇવેન્ટમાં અક્ષય કુમાર માતાને યાદ કરીને એકદમ ભાવુક થઈ ગયો હતો.

ટ્રેલર લૉન્ચિંગમાં ભાવુક થયો
અક્ષય કુમાર ટ્રેલર લૉન્ચ ઇવેન્ટમાં ફિલ્મ અંગે વાત કરતો હતો. તેણે કહ્યું હતું, 'આ ફિલ્મમાં કામ કરવા બદલ મને ઘણો જ ગર્વ છે. મારી ઈચ્છા હતી કે મારી માતા આજે હયાત હોત તો તેને આજે મારા પર ઘણો જ ગર્વ થાત.' આટલું કહીને અક્ષય કુમાર એકદમ ભાવુક થઈ ગયો હતો અને તેણે સ્ટેજ પર હાજર હોસ્ટને વાત કરવાનું કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે 8 સપ્ટેમ્બર, 2021ના રોજ અક્ષય કુમારની માતા અરૂણા ભાટિયાનું અવસાન થયું હતું. તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.

અક્ષયે કહ્યું, દરેકે આ ફિલ્મ જોવી જોઈએ
ટ્રેલર લૉન્ચમાં અક્ષયે કહ્યું હતું, 'આ એક એજ્યુકેશનલ ફિલ્મ છે. સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ અંગે દરેકે શીખવું જોઈએ અને જાણવું જોઈએ.'

ડિરેક્ટરે કહ્યું તે રીતે કામ કર્યું
વધુમાં અક્ષય કુમારે કહ્યું હતું કે તે પૃથ્વીરાજ ચૌહાણના પાત્ર માટે કંઈ જ શીખ્યો નહોતો. ડિરેક્ટરે જેમ કહ્યું, તેમ જ તેણે કર્યું હતું. તેણે માત્ર ડિરેક્ટરને ફોલો કર્યા છે.

મિસ વર્લ્ડ માનુષી છિલ્લર આ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. તેણે કહ્યું હતું, 'મારા એજન્ડામાં ક્યારેય એક્ટ્રેસ બનવાનું નહોતું, પરંતુ જ્યારે આ ફિલ્મ આવી તો મારી પાસે ના પાડવાનું કોઈ કારણ નહોતું.' ફિલ્મમાં માનુષીએ સંયોગિતાનો રોલ ભજવ્યો છે.

3 જૂને રિલીઝ થશે
'પૃથ્વીરાજ' ફિલ્મ 3 જૂનના રોજ થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર-માનુષી છિલ્લર ઉપરાંત સંજય દત્ત, માનવ વિજ, સોનુ સૂદ, સાક્ષી તન્વર, આશુતોષ રાણા તથા લલિત તિવારી મહત્ત્વના રોલમાં છે. આ ફિલ્મને ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ડિરેક્ટ કરી છે અને યશરાજ પ્રોડક્શન હાઉસે પ્રોડ્યૂસ કરી છે. માનવ વિજે ફિલ્મમાં મોહમ્મદ ઘોરીનો રોલ પ્લે કર્યો છે.