મૂવીની કૉપી કરી?:અક્ષય કુમારની 'રક્ષાબંધન' પાકિસ્તાની ફિલ્મની ઉઠાંતરી છે? સો.મીડિયા યુઝર્સનો દાવો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અક્ષય કુમારની ફિલ્મ 'રક્ષાબંધન'નું હાલમાં જ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલરને મિક્સ રિએક્શન મળ્યું છે. આ ફિલ્મ એક ભાઈની આસપાસ ફરે છે. ભાઈ પોતાની ચાર બહેનોને ઘણો જ પ્રેમ કરે છે. બહેનોના લગ્નની જવાબદારી ભાઈ ઉપર છે અને આ જ કારણે તેની લવસ્ટોરી પણ આગળ વધી શકતી નથી અને લગ્ન કરી શકતો નથી. હવે સો.મીડિયામાં એવી ચર્ચા થઈ રહી છે કે અક્ષય કુમારની 'રક્ષાબંધન' પાકિસ્તાની ફિલ્મની કૉપી છે.

સો.મીડિયા યુઝર્સે કહ્યું, 'લોડ વેડિંગ'ની નકલ છે આ તો
સો.મીડિયામાં અનેક યુઝર્સે કહ્યું હતું કે અક્ષય કુમારની 'રક્ષાબંધન' પાકિસ્તાની ફિલ્મ 'લોડ વેડિંગ'ની કૉપી છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 2018માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં પાકિસ્તાની સુપરસ્ટાર ફહદ મુસ્તફા તથા મેહવિશ હયાત હતા. આ ફિલ્મમાં ફહદ પ્રેમિકા સાથે લગ્ન કરવા માગે છે, પરંતુ તેના બહેનના લગ્નને કારણે થઈ શકતા નથી. આ ઉપરાંત તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે. અક્ષયની ફિલ્મની વાર્તા પણ કંઈક આવી જ છે.

અનેક યુઝરે 'રક્ષાબંધન' તથા 'લોડ વેડિંગ'નું ટ્રેલર શૅર કરીને કહ્યું છે કે આ બંને એક જેવી છે. એક યુઝરે કહ્યું હતું, 'અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મે ડિરેક્ટર નબીલ કુરૈશીની ફિલ્મ 'લોડ વેડિંગ'ને ઉધાર લીધી છે. બીજાની નકલ કરવી સારી છે નહીં? કારણે કે આ પહેલી વાર નથી કે નબીલના કામની નકલ કરવામાં આવી હોય.'

અક્ષયની ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થશે
અક્ષયની ફિલ્મને આનંદ એલ રાયે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં ભૂમિ પેડનેકર, સાદિયા ખતીજા, દીપિકા ખન્ના, સ્મૃતિ શ્રીકાંત, સહેજમીન, કૌર મહત્ત્વના રોલમાં છે. આ ફિલ્મ આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' સાથે બોક્સ ઓફિસ પર ટકરાશે.

અન્ય સમાચારો પણ છે...