ફિલ્મ રિવ્યૂ:અક્ષયકુમારની 'લક્ષ્મી'માં મારી મચડીને કોમેડી કરવામાં આવી

મુંબઈએક વર્ષ પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક
  • રેટિંગઃ 2/5

અક્ષયકુમાર 'લક્ષ્મી' પહેલાં પણ લાઉડ કોમેડી ફિલ્મ કરતો હતો, જેમાં 'હાઉસફુલ' સફળ ફ્રેંચાઈઝી છે. અક્ષય સાઉથની રીમેકમાં પણ કોમેડી કરી છે, જેમ કે 'ભૂલભુલૈયા'. આ ફિલ્મ બેસ્ટ ફિલ્મમાંથી એક હતી. જોકે 'લક્ષ્મી'ની લાઉડ કોમેડીએ અલગ જ બેંચમાર્ક સેટ કર્યો છે. આ ફિલ્મ અક્ષયના કરિયરમાં કોમેડી ફિલ્મના નામ પર કલંક સાબિત થઈ રહી છે. વાસ્તવમાં પ્રોડ્યુસર્સને 'કબીર સિંહ' બાદ એવું લાગી રહ્યું હતું કે સાઉથની રીમેકને દર વખતે જેમ છે તેવી જ રીતે ડિરેક્ટર પાસે બનાવવામાં આવે તો દર્શકો તેને એટલો જ પ્રેમ આપશે. આ થિયરી ખોટી સાબિત થઈ છે. રાઘવ લોરેન્સની સાઉથની મૂવી 'કાંચના' દર્શકોને પસંદ આવી હતી, પરંતુ હિંદી દર્શકોને 'લક્ષ્મી' ફિલ્મ પસંદ આવી નહીં.

રાઘવની વાર્તા, પટકથા, સંવાદ વગેરે પત્તાંના મહેલની જેમ ધરાશાયી થઈ ગયાં. સંવાદો તો જાણે કે વ્હોટ્સએપ અને સોશિયલ મીડિયામાંથી લીધા હોય તેમ લાગતું હતું. આમ તો એવું કહેવામાં આવે છે કે રાઘવે કિન્નરોને સમાજમાં સ્થાન મળે એ માટેનો પ્રયાસ કર્યો છે. જોકે ફિલ્મમાં કિન્નરને સ્ટોરિયોટાઈપ જ બતાવવામાં આવ્યા છે.

સૌથી વિચિત્ર વાત એ છે કે ફિલ્મ તરત જ દમણથી હરિયાણા આવી જાય છે. આસિફના રોલમાં અક્ષય કુમારનું કામ ભૂતપ્રેત ભગાડવાનું છે. તેને ભૂતોમાં સહેજ પણ વિશ્વાસ નથી. તોપણ ફિલ્મના પ્રી ક્લાઈમેક્સમાં આસિફ ભૂતની સામે સમર્પણ કરે છે.

ફિલ્મની વાર્તા અક્ષયના પાત્ર આસિફ તથા લક્ષ્મીની આસપાસ ફરે છે. કિયારા અડવાણી, મનુ ઋષિ, રાજેશ શર્માનો ખાસ કંઈ રોલ નથી. અક્ષય કુમારે આસિફ તથા લક્ષ્મીના પાત્રમાં જીવ રેડી દીધો છે. આસિફમાંથી લક્ષ્મીના ટ્રાન્સફોર્મેશનને અક્ષયે ન્યાય આપ્યો છે. તેને મૂળ લક્ષ્મી બનેલા શરદ કેલકરનો પૂરો સાથ મળ્યો છે. અશ્વિની કલસેકરે પણ સારું કામ કર્યું છે. વાર્તા તથા ટ્રીટમેન્ટ ફિલ્મને નબળી બનાવે છે. લાઉડ કોમેડીને પણ પ્રામાણિક બનાવવાની જરૂર છે. અહીં આ બધું મિસિંગ છે.

અન્ય સમાચારો પણ છે...