તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિલીડ ડેટ અનાઉન્સમેન્ટ:અક્ષય કુમારની 'બેલ બોટમ' 27 જુલાઈએ થિયેટરમાં રિલીઝ થશે, એક્ટરે 13 સેકન્ડનું ટીઝર શૅર કરીને જાહેરાત કરી

મુંબઈ3 મહિનો પહેલા
  • આ ફિલ્મ પહેલાં 26 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાને કારણે રિલીઝ થઈ શકી નહીં

અક્ષય કુમારની આગામી ફિલ્મ 'બેલ બોટમ'ની નવી રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. અક્ષય કુમારે મંગળવાર, 15 જૂનના રોજ ફિલ્મનું 13 સેકન્ડનું ટીઝર શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. તેણે કહ્યું હતું કે 'બેલ બોટમ' ડિજિટલ પ્લેટફોર્મ પર નહીં, પરંતુ થિયેટરમાં જ રિલીઝ થશે.

27 જુલાઈએ આવશે
અક્ષય કુમારે ટીઝર શૅર કરીને કહ્યું હતું, 'મને ખ્યાલ છે કે તમે લોકો આતુરતાથી 'બેલ બોટમ'ની રિલીઝની રાહ જોઈ રહ્યાં છે. ફાઇનલી અમારી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરતાં મને ઘણો જ આનંદ થાય છે. 'બેલ બોટમ' વિશ્વભરની બિગ સ્ક્રીન પર 27 જુલાઈએ રિલીઝ થશે.' પહેલાં ચર્ચા હતી કે કોરોનાને કારણે મેકર્સ આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનું વિચારી રહ્યાં છે.

આ પહેલાં બેવાર રિલીઝ ડેટ પોસ્ટપોન કરવામાં આવી
રંજીત તિવારીના ડિરેક્શનમં બનેલી ફિલ્મ સ્પાય થ્રિલર ફિલ્મ છે. ફિલ્મમાં અક્ષય ઉપરાંત વાણી કપૂર, લારા દત્તા, હુમા કુરૈશી તથા આદિલ હુસૈન છે. પહેલાં આ ફિલ્મ આ વર્ષે 26 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી. પછી 2 એપ્રિલ રિલીઝ ડેટ ફાઈનલ કરવામાં આવી હતી. જોકે, કોરોનાને કારણે ફિલ્મ રિલીઝ થઈ શકી નહીં.

અક્ષયના અપકમિંગ પ્રોજેક્ટ્સ
'બેલ બોટમ' ઉપરાંત અક્ષયની 'સૂર્યવંશી' રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ 30 એપ્રિલે રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાને કારણે રિલીઝ થઈ નહીં. અક્ષય 'પૃથ્વીરાજ', 'રક્ષાબંધન', 'અતરંગી રે', 'બચ્ચન પાંડે' તથા 'રામ સેતુ'માં જોવા મળશે.