વાઇરલ વીડિયો:અક્ષય કુમારે જિમમાં વર્કઆઉટ કર્યું, ચાહકોએ કહ્યું- 'તમે સાચે જ 55ના છો?'

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ અક્ષય કુમાર પોતાની ફિટનેસ માટે જાણીતો છે. સો.મીડિયામાં અક્ષય કુમારની વર્કઆઉટની તસવીરો ને વીડિયો અવારનવાર આવતા હોય છે. હવે અક્ષય કુમારનો એક વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે. આ વીડિયોમાં તે વર્કઆઉટ કરતો જોવા મળે છે.

શું છે વીડિયોમાં?
વીડિયોમાં અક્ષય કુમાર જિમમાં જમ્પ કરીને એક પોલ પરથી બીજા પોલ પર જાય છે. આ દરમિયાન બેકગ્રાઉન્ડમાં અક્ષય કુમારની 'ચાંદની ચોક ટુ ચાઇના'નું સોંગ વાગે છે. આ વીડિયો અક્ષય કુમારે સો.મીડિયામાં શૅર કર્યો હતો. આ વીડિયો શૅર કરીને અક્ષયે કહ્યું હતું, મારી સૌથી સારી સવાર આ રીતે શરૂ થાય તો તે સારી હોય છે અને તમારી?

યુઝર્સે કમેન્ટ કરી
બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફે આ વીડિયો પર કમેન્ટ કરતા કહ્યું હતું કે વાહ. એક યુઝરે કમેન્ટ કરી હતી કે આપણો હીરો હજી પણ સ્ટ્રોંગ છે. અન્ય એકે કહ્યું હતું, 'સર તમે મારા રોલ મોડલ છો.' અન્ય એકે કહ્યું હતું કે બોલિવૂડનો ફિટનેસ કુમાર એટલે અક્ષય કુમાર. ઘણાં યુઝર્સે સવાલ કર્યો હતો કે તમે સાચે જ 55 વર્ષના છો?

દિવાળી પર 'રામસેતુ' રિલીઝ થઈ
દિવાળીના તહેવાર પર રિલીઝ થયેલી 'રામસેતુ'એ અત્યાર સુધી 61.60 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ રામ સેતુ પર આધારિત છે. ફિલ્મમાં અક્ષય કુમારે આર્કિયોલોજિસ્ટ આર્યનનો રોલ પ્લે કર્યો છે. નુસરત ભરુચાએ પ્રોફેસર ગાયત્રીનો રોલ પ્લે કરે છે. જેકલીન ડૉ. સેન્ડ્રા રેબેલોના રોલમાં જોવા મળી છે.

આ ફિલ્મમાં જોવા મળશે
અક્ષય કુમાર હવે 'ઓહ માય ગોડ', 'કેપ્સૂલ ગિલ', 'રાઉડી રાઠોર 2' જેવી બિગ બજેટ ફિલ્મમાં કામ કરી રહ્યો છે.

અક્ષય કુમારનું ડાયટ
બ્રેકફાસ્ટઃ પરોઠા, એક ગ્લાસ દૂધ અથવા જ્યૂસ અથવા મિલ્કશેક અને એગ્સ
સ્નેક્સઃ ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ્સ, લીલા શાકભાજી
લંચઃ દાળ, રોટી, બાફેલા લીલા શાકભાજી, બાફેલું ચિકન તથા દહીં
ડિનરઃ સૂપ, લીલા શાકભાજી, સલાડ
બ્રાઉન રાઈસ ખાવાનું પસંદ કરે છે.

અક્ષય કુમાર આ નિયમો ફોલો કરે છે
1. સાંજે 6.30 સુધીમાં ડિનર લઈ લે છે. તે માને છે કે સૂવાના ચારથી પાંચ કલાક પહેલાં જમી લેવું જોઈએ, જેથી ડાયજેસ્ટનો સમય પૂરતો મળી રહે.
2. પ્રોટિન શેક લેતો નથી. તે માને છે કે લાંબા સમયે આ નુકસાનકારક છે.
3. ખાંડ તથા મીઠું પ્રમાણસર જ લે છે.
4. શાંતિ તથા સ્ટ્રેસ ઓછો થાય તે માટે અક્ષય કુમાર રોજ અડધો કલાક મેડિટેશન કરે છે.
5. અક્ષય કુમાર પોતાની સાથે નટ્સ તથા ફ્રૂટ્સ રાખે છે. જ્યારે પણ ભૂખ લાગે ત્યારે આ બંને વસ્તુ ખાઈ લે છે.
6. દિવસમાં ચારથી પાંચ લીટર પાણી પીવે છે.
7. મેટાબોલિઝ્મ રેટ વધુ હોય, તેવી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે. મેટાબોલિઝ્મ યોગ્ય હોય તો ફિટનેસ સારી રહે છે અને વજન વધતું નથી.
8. એક સામટું બહું બધું ખાતો નથી. થોડાં-થોડાં કલાકના અંતરે થોડું થોડું જમે છે.
9. જ્યારે વર્કઆઉટ ના થાય તો 15-20 મિનિટ ક્વિક વૉક કરે છે. રોજ ફિઝિકલ એક્ટિવિટી કરે છે.

અન્ય સમાચારો પણ છે...