જૂનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રમાં ફરીથી શૂટિંગ શરૂ થશે. 'વિક્રમ વેધ', 'અસુર 2', 'મસાબા મસાબા 2' ની સંપૂર્ણ તૈયારી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે, અક્ષય કુમારની 'રામ સેતુ' નું શૂટિંગ પણ 20 જૂનથી શરૂ થઈ શકે છે. પ્રોડ્યુસર વિક્રમ મલ્હોત્રાના નજીકના લોકોએ તેની પુષ્ટિ કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે, અક્ષય કુમાર કોવિડથી એકદમ સ્વસ્થ થઈ ગયો છે. તે એકદમ ફિટ છે. અત્યારે મુંબઈમાં જ શૂટિંગ શરૂ થશે. આ સમયે બહાર શૂટ કરવાની કોઈ યોજના નથી. ફિલ્મની ટીમ સપ્ટેમ્બરમાં ચોક્કસપણે શ્રીલંકા જશે.
મહિનાથી ઝૂમ કોલ પ્રેઝન્ટેશન શેર થઈ રહ્યા છે
ફિલ્મ સાથે જોડાયેવા સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મહિનાથી સતત પ્રોડ્યુસર, ડાયરેક્ટર, અને VFXની ટીમ ઝૂમ કોલ પર પ્રેઝન્ટેશન શેર કરી રહી છે. ફિલ્મસિટીમાં ગુફાઓનો સેટ બનાવવામાં આવ્યો છે. તેના દ્વારા હીરોને સામ સેતુના લોકેશન સુધી પહોંચાડતો બતાવવામાં આવશે. 'રામ સેતુ' હેવી VFXવાળી ફિલ્મ હશે. તેમ છતાં ઘણા બધા અન્ડરવોટર સિક્વન્સ શૂટ કરવામાં આવશે. કલાકારો પાણીની અંદર જઈને શૂટિંગ કરશે.
સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં શ્રીલંકામાં શૂટિંગ થશે
ફિલ્મ ઘણા લોકેશન પર શૂટ થવાની હતી. ટીમ ઉટી પણ જવાની હતી, પરંતુ કોવિડના કારણે ત્યાંનું શિડ્યુઅલ કેન્સલ કરવું પડ્યું. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં કાસ્ટ એન્ડ ક્રૂ મેમ્બર્સ શ્રીલંકા રવાના થશે. ફિલ્મમાં તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક મોટા સ્ટારને પણ કાસ્ટ કરવામાં આવ્યો છે. તેનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે. અત્યારે તેલુગુ એક્ટર સત્યદેવનું નામ આઉટ થયું છે.
'રામ સેતુ'ની કહાની વર્ષ 2007માં સેટની છે
ક્રિએટિવ ટીમે જણાવ્યું, ફિલ્મની કહાની વર્ષ 2007માં સેટની છે. હીરો એટલે કે અક્ષય કુમાર આર્કિયોલોજિસ્ટ બન્યો છે. નુસરત ભરૂચા તેની પત્નીની ભૂમિકામાં છે. જેક્લિન ફર્નાન્ડિઝ આર્કિયોલોજિસ્ટ અક્ષયની ટીમ મેમ્બર છે. મિશન રામ સેતુમાં તે અક્ષયની મદદ કરે છે.
ફિલ્મમાં VFXની સાથે એનિમેશન વર્ક પણ છે. તે ઉપરાંત અક્ષય, જેકલીન, નુસરત અને સત્યદેવ પણ અન્ડરવોટર સિક્વન્સ માટે તૈયારીઓ કરશે. અક્ષય કોવિડ પોઝિટિવ થયો તે પહેલાં મુંબઈની કાંદિવલી ઈસ્ટના પોલિટેક્નિક કોલેજ અને મડ આઈલેન્ડમાં કેટલાક સીનનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. કાંદિવલીમાં પ્રેસ કોન્ફરન્સનું શૂટિંગ થયું હતું. મડ આઈલેન્ડમાં પતિ-પત્ની તરીકે અક્ષય અને નુસરતના ઘરના સિક્વન્સ શૂટ કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.