'સમ્રાટ પૃથ્વીરાજ' કાશીમાં:ફિલ્મના પ્રમોશન માટે અક્ષય કુમાર વારાણસી ગયો, આરતી બાદ ગંગામાં ડૂબકી પણ લગાવી

કાશી3 મહિનો પહેલા
  • 'સમ્રાટ પૃથ્વીરાજ' ફિલ્મ 3 જૂનના રોજ હિંદી, તમિળ, તેલુગુમાં રિલીઝ થશે

બોલિવૂડ સ્ટાર્સમાં હાલમાં એક નવો જ ટ્રેન્ડ શરૂ થયો છે. ફિલ્મ 'ધાકડ'ના પ્રમોશન માટે કંગના રનૌત વારાણસી ગઈ હતી અને કાશી વિશ્વનાથની પૂજા કરી હતી. ત્યાર બાદ કાર્તિક આર્યન ફિલ્મ 'ભુલભુલૈયા 2' હિટ જતાં કાશી આવ્યો હતો અને પૂજા કરી હતી. હવે અક્ષય કુમાર વારાણસી આવ્યો છે. અક્ષય કુમાર ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'ના પ્રમોશન માટે આવ્યો હતો. અક્ષયની સાથે ફિલ્મની એક્ટ્રેસ માનુષી છિલ્લર તથા ડિરેક્ટર ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી પણ આવ્યાં હતાં. અક્ષયે સો.મીડિયામાં આ યાત્રાની તસવીરો શૅર કરી હતી.

હર હર મહાદેવ
ખિલાડી કુમારે સો.મીડિયામાં તસવીર શૅર કરીને કહ્યું હતું, 'સમ્રાટ પૃથ્વીરાજ'ની ટીમ ભગવાન વિશ્વનાથજીની નગરી વારાણસીમાં આવી છે.' માનુષીએ તસવીર શૅર કરીને કહ્યું હતું, 'હર હર મહાદેવ.' અક્ષય કુમારે ગંગા ઘાટ પર આરતી કરીને ડૂબકી પણ લગાવી હતી.

ફિલ્મનું ટાઇટલ બદલવામાં આવ્યું
ફિલ્મનું નામ પહેલા 'પૃથ્વીરાજ' હતું. જોકે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (PIL) ફાઇલ થયા બાદ મેકર્સે 27 મેના રોજ ફિલ્મનું ટાઇટલ 'સમ્રાટ પૃથ્વીરાજ' કર્યું છે.

3 જૂને ફિલ્મ રિલીઝ થશે
અક્ષય કુમારે ફિલ્મમાં પૃથ્વીરાજ ચૌહાણનો રોલ ભજવ્યો છે. માનુષી ફિલ્મમાં સંયોગિતના રોલમાં છે. આ ઉપરાંત ફિલ્મમાં સોનુ સૂદ, સાક્ષી તન્વર, આશુતોષ રાણા, સંજય દત્ત, માનવ વિજ લીડ રોલમાં છે. ફિલ્મ 3 જૂને હિંદી, તમિળ, તેલુગુમાં રિલીઝ થશે.