બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'સેલ્ફી'ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ આવતા મહિને એટલે કે 24 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે. અક્ષય કુમાર હાલમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. અક્ષય કુમાર હાલમાં શિરડી ગયો હતો. અહીંયા અક્ષયે સાઇબાબાના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. અક્ષયને જોવા માટે ચાહકોની ભીડ ઉમટી હતી. આ દરમિયાન એક્ટર કારમાંથી નીકળીને ચાહકોને મળ્યો હતો.
ચાહક પડી ગયો તો ઊભો કર્યો
સો.મીડિયામાં અક્ષય કુમારના શિરડીના વીડિયો ઘણાં જ વાઇરલ થયા છે. એક વીડિયોમાં અક્ષય કુમાર સિક્યોરિટી સાથે આગળ વધે છે, પરંતુ ચાહકો પોતાના ફેવરિટ એક્ટરને મળવા માટે ઉતાવળા છે. એક ચાહક પડી જાય છે, આ દરમિયાન અક્ષય કુમાર તરત જ તેને ઊભો કરે છે.
ચાહકોને ફિલ્મનું ટ્રેલર ગમ્યું
'સેલ્ફી'માં ઈમરાન હાશ્મી પોલીસના રોલમાં અને અક્ષય સુપરસ્ટાર વિજયના રોલમાં જોવા મળે છે. ટ્રેલરમાં અક્ષય પોતાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. ઈમરાન તથા તેના દીકરાને અક્ષય સાથે સેલ્ફી લેવી હોય છે. હવે ફિલ્મ જોઈને ખબર પડે કે તેમનું આ સપનું પૂરું થાય છે કે નહીં.
માનવામાં આવે છે કે આ ફિલ્મ મલયાલમ ફિલ્મ 'ડ્રાઇવિંગ લાઇસન્સ'ની હિંદી રીમેક છે. મલયાલમ ફિલ્મમાં પૃથ્વીરાજ હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.