તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઇન્ટરવ્યૂ:'બચ્ચન પાંડે'ના લુકમાં આવવા માટે અક્ષય કુમારને 40 મિનિટ લાગતી હતી, પ્રોસ્થેટિક ડિઝાઈનર પ્રિતિશીલ બોલી- આ ઘણું ચેલેંજિંગ છે

3 મહિનો પહેલાલેખક: કિરણ જૈન

'બચ્ચન પાંડે'ના હાલમાં જ રિલીઝ થયેલા પોસ્ટરમાં અક્ષય કુમારનો લુક ઘણો ખતરનાક લાગી રહ્યો છે. તેની એક આંખ વાદળી દેખાઈ રહી છે અને ગળામાં ચેન દેખાઈ રહી છે. આ લુક માટે પ્રોસ્થેટિક મેકઅપનો સહારો લેવામાં આવ્યો છે. તેનો મેકઅપ બોલિવૂડની ફેમસ મેકઅપ અને પ્રોસ્થેટિક લુક ડિઝાઈનર નેશનલ અવોર્ડ વિનર પ્રિતિશીલ સિંહે કર્યો છે. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં તેણે જણાવ્યું કે અક્ષયનો આ લુક તૈયાર કરવામાં 40 મિનિટનો ટાઈમ લાગતો હતો.

40 મિનિટમાં લુક તૈયાર થતો હતો
પ્રિતિશીલ કહે છે, 'સ્ક્રિપ્ટ પ્રમાણે 'બચ્ચન પાંડે'માં અક્ષય કુમારનો આખો ગેંગસ્ટરનો લુક તૈયાર કરવામાં આવ્યો છે. તેના લુક માટે પ્રોસ્થેટિકનો વધુ ઉપયોગ કરવો પડ્યો. જેથી તેના રોલમાં થોડી ફેરનેસ જોવા મળે. ફેસ પર ઇજા બતાવવા માટે હેવી પ્રોસ્થેટિકનો ઉપયોગ થયો છે. સાથે જ તેની આંખ માટે સ્પેશિયલ લેન્સ બનાવવામાં આવ્યા. અંદાજે 40 મિનિટમાં તે અક્ષયથી બચ્ચન પાંડેના લુકમાં આવી શકતા હતા.'

અક્ષયને મેકઅપ રૂમમાં રહેવું પસંદ નથી
પ્રિતિશીલ આગળ જણાવે છે કે, 'અક્ષયને ઘણું જલ્દી તૈયાર થવું હોય છે. તેને મેકઅપ રૂમમાં વધુ સમય રહેવું ગમતું નથી. આ વાતને ધ્યાનમાં રાખીને અમે તેનો લુક બનાવ્યો, જે એક ચેલેન્જ પણ છે. તેની સાથે કામ કરવાનો અનુભવ હંમેશાં રસપ્રદ જ રહ્યો છે. તે આસપાસ હોય તો ઘણા પ્રેન્ક્સ કરે છે. તેનું એનર્જી લેવલ એકદમ હાઈ છે. તેને દરેક વખતે પોતાના લુક્સ સાથે એક્સપરિમેન્ટ કરવાની ઈચ્છા રહે છે.'

'હાઉસફુલ 4'નો લુક પણ ડિઝાઇન કર્યો હતો
પ્રિતિશીલે આ પહેલાં ફિલ્મ 'હાઉસફુલ 4'માં અક્ષય કુમારનો બાલાનો લુક પણ ડિઝાઇન કર્યો હતો. હાલમાં જ તેને અક્ષય કુમારના ત્રણ અવતાર 'કુરકુરે'ની એડ માટે ડિઝાઇન કર્યા, જ્યાં તેણે દીકરા, પિતા અને દાદાની ભૂમિકા નિભાવી હતી.

'ગંગુબાઈ કાઠિયાવાડી'માં આલિયાનો લુક તૈયાર કર્યો
આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'નો લુક પણ પ્રિતિશીલ સિંહે જ ડિઝાઇન કર્યો છે. યશરાજ ફિલ્મ્સની 'બંટી ઔર બબલી 2', કંગના રનૌત સ્ટારર 'ધાકડ', ભણસાલી પ્રોડક્શનની 'ટ્યુઝડે એન્ડ ફ્રાઈડે' જેવી ફિલ્મોમાં પણ પ્રિતિશીલ પોતાના પ્રોસ્થેટિકનો કમાલ બતાવશે.

દુનિયાની ટોપ 5 પ્રોસ્થેટિક ડિઝાઇનર્સમાં સામેલ
પ્રિતિશીલને હાલમાં જ ઇન્ટરનેશનલ મીડિયા દ્વારા દુનિયાની ટોપ 5 મેકઅપ અને પ્રોસ્થેટિક ડિઝાઇનર્સમાં ફીચર કરવામાં આવી હતી. પ્રિતિશીલ સિવાય આ લિસ્ટમાં હોલિવૂડના લેજન્ડ કાઝૂ હીરો, ક્રિશ્ચિયન ટેન્સલે, જોર્ડૂ શીલ અને નીલ ગોર્ટનનું નામ સામેલ છે. વર્લ્ડ ફેમસ મેકઅપ અને પ્રોસ્થેટિક ડિઝાઇનર્સના ટોપ 5 લિસ્ટમાં પ્રિતિશીલ એકમાત્ર મહિલા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો