પ્રતિક્રિયા:અક્ષય કુમારે સો.મીડિયા યુઝર્સને ખરું-ખોટું સંભળાવ્યું, બોલ્યો- લોકો ક્રિટીક બની રહ્યા છે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ તથા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વચ્ચે ભાષા વિવાદ ચાલી રહ્યો છે. હાલમાં જ અક્ષય કુમારે આ અંગે વાત કરી હતી. અક્ષય કુમારે કહ્યું હતું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણે ભાગલા પાડીએ છીએ. આ સાથે જ અક્ષયે સો.મીડિયા યુઝર્સને પણ ખરું-ખોટું સંભળાવ્યું હતું અને કહ્યું હતું કે તે લોકો ક્રિટીક બની રહ્યા છે.

અક્ષયે શું કહ્યું?
અક્ષય કુમારે કહ્યું હતું, 'જો સાઉથમાં કોઈ સારી ફિલ્મ બની રહી છે અને અમે તેના રાઇટ્સ ખરીદીને રીમેક બનાવીએ છીએ. તો એમાં ખોટું શું છે? ટ્વિટર પર લોકો ક્રિટીક બની રહ્યા છે. ટેલન્ટ અંગે પોતાનો અભિપ્રાય આપવા લાગ્યા છે અને દરેક મુદ્દે આપે છે.'

અક્ષયે કહ્યું, અમારી ટેલન્ટ પર સવાલ ઉઠ્યા
વધુમાં અક્ષયે કહ્યું હતું, 'લોકો અમારી ટેલન્ટ પર સવાલ ઉઠાવવા લાગ્યા છે. અહીંયા ટેલન્ટની વાત નથી. આપણા તમામમાં ટેલન્ટ છે. અહીંયા વાત ઓડિયન્સ સાથે કનેક્ટ થવાની છે. ટ્વિટર પર લોકો ક્રિટીક બની ગયા છે અને દરેક બાબતમાં પોતાનો અભિપ્રાય આપે છે, કેમ? હું કહીશ કે વાતનું વતેસર કરવાનું બંધ કરો. અમે અહીંયા કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.'

કેમ એક ઇન્ડસ્ટ્રી ના કહી શકીએ?
અક્ષય કુમારે જણાવ્યું હતું, 'અફસોસ એ વાતનો છે કે અહીંયા સાઉથ તથા બોલિવૂડ વચ્ચે ચર્ચા થઈ રહી છે અને અમે બધા આમાં વિક્ટિમ બની ગયા છીએ. કેમ આપણે એક ઇન્ડસ્ટ્રી ના કહી શકીએ? આપણે કેમ સાઉથ તથા નોર્થ ઇન્ડસ્ટ્રી કહીને બોલાવીએ છીએ? આપણી તમામ ભાષા સારી છે. આપણે આપણી માતૃભાષામાં વાત કરીએ છીએ. અફસોસ એ વાતનો છે કે આપણે આ બધું ડિવાઇડ કરી રહ્યા છીએ.'

3 જૂને 'પૃથ્વીરાજ' રિલીઝ થશે
અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ 'પૃથ્વીરાજ' 3 જૂનના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં અક્ષય ઉપરાંત સોનુ સૂદ, સંજય દત્ત, માનુષી છિલ્લર લીડ રોલમાં છે. પૂર્વ મિસ વર્લ્ડ માનુષી આ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મને યશરાજ બેનરે પ્રોડ્યૂસ કરી છે.