તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલિવૂડમાં કોરોના:અક્ષય કુમાર બાદ હવે ગોવિંદાનો રિપોર્ટ પણ પોઝિટિવ, બંને હોમ ક્વૉરન્ટીન

9 દિવસ પહેલા
  • સોશિયલ મીડિયા પર તેના ચાહકો જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે

બોલિવૂડમાં એક પછી એક સેલેબ્સ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. રોજ કોઈને કોઈ સેલિબ્રિટી પોઝિટિવ આવ્યાના સમાચાર મળી રહ્યા છે. બોલિવૂડ એક્ટર અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક્ટરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે. હાલ તે હોમ ક્વોરન્ટીન છે. અક્ષય કુમાર મુંબઈમાં ફિલ્મ 'રામ સેતુ'ના શૂટિંગમાં વ્યસ્ત હતો. અક્ષયે ચાર દિવસ પહેલાં જ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું મુહૂર્ત અયોધ્યામાં કરવામાં આવ્યું હતું. અક્ષય કુમાર બાદ હવે ગોવિંદાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, ‘આજે વહેલી સવારે મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. દરેક પ્રોટોકોલ્સનું પાલન કરી મેં પોતાને આઇસોલેટ કર્યો છે. હું હાલ હોમ ક્વોરન્ટીન છું. મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરું છું. એક્શનમાં જલ્દી પરત ફરીશ.’

પત્ની બાદ ગોવિંદા કોરોના પોઝિટિવ
ગોવિંદાએ કહ્યું હતું, 'કોરોનાવાઈરસથી બચવા માટે મેં તમામ સાવચેતી રાખી હતી. જોકે, આજે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઘરના અન્ય સભ્યોના રિપોર્ટ નેગેટિવ છે. સુનીતા (પત્ની) થોડાં અઠવાડિયા પહેલાં જ કોરોનામાંથી સાજી થઈ છે. હું ઘરમાં છું અને જરૂરી દવાઓ લઈ રહ્યો છું. હું દરેકને વિનંતી કરું છું કે સરકારની તમામ ગાઈડલાઈનનું પાલન કરો.'

રિત્વિક ભૌમિક પણ પોઝિટિવ

'બંદિશ બૅન્ડિટ્સ' ફૅમ રિત્વિક ભૌમિકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેણે સો.મીડિયામાં કહ્યું હતું, 'આજે સવારે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું હોમ ક્વૉરન્ટીન છું. આશા છે કે હું જલ્દીથી સાજો થઈ જઈશ.'

આલિયાનો રિપોર્ટ પોઝિટિવ
આલિયાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'હેલ્લો, મારો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું તાત્કાલિક ઘરમાં જ આઈસોલેટ થઈ છું. હું તમામ પ્રોટોકોલનું પાલન કરી રહી છું. ડૉક્ટર્સની સલાહ પ્રમાણે સાવચેતી રાખું છું. તમારા પ્રેમ તથા સપોર્ટ માટે આભાર. મહેરબાની કરીને સાવચેત રહો અને કાળજી રાખો.'

આલિયાનો બોયફ્રેન્ડ રણબીર કપૂરનો ગયા મહિને કોરોનોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં જ રણબીરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને તે ફ્રેન્ડ્સને મળવા પણ ગયો હતો.

આ સેલેબ્સ કોરોનાની ચપેટમાં આવ્યાં
હાલમાં જ સંગીતકાર તથા સિંગર બપ્પી લહરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અત્યાર સુધી કાર્તિક આર્યન, આમિર ખાન, આમિરનો મિત્ર અમીન હાજી, આર. માધવન, રોહિત સરફ, રમેશ તૌરાની, મનોજ વાજપેયી, સિદ્ધાંત ચતુર્વેદી, મિલિંદ સોમણ, ફાતિમા સના ખાનનાં નામ કોરોના પોઝિટિવમાં આવ્યાં છે. આ સાથે જ સંજય લીલા ભણસાલી, રણબીર કપૂર, સતીશ કૌશિક તથા તારા સુતરિયા રિકવર થઈ ગયાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો