અક્ષયની આગામી ફિલ્મ સેક્સ એજ્યુકેશન પર આધારિત હશે:સાયન્સ-ફિક્શન વેબ સિરીઝમાં પણ કામ કરશે, બંને પ્રોજેક્ટ્સ અંગે વાત કરી

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અક્ષય કુમારે હાલમાં જ અપકમિંગ પ્રોજેક્ટ અંગે વાત કરી હતી. અક્ષયે કહ્યું હતું કે તે હાલમાં બે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે, જેમાં એક સાયન્સ ફિક્શન પર આધારિત વેબ સિરીઝ છે, જ્યારે બીજો પ્રોજેક્ટ સેક્સ એજ્યુકેશન પર આધારિત ફિલ્મ છે. બંને સ્ક્રિપ્ટનું કામ પૂરું થઈ ગયું છે અને ટૂંક સમયમાં શૂટિંગ શરૂ થશે.

પહેલી વાર વેબ સિરીઝમાં કામ કરશે
રેડ સી ઇન્ટરનેશનલ અવૉર્ડમાં અક્ષય કુમારે અપકમિંગ પ્રોજેક્ટ અંગે વાત કરી હતી. આ દરમિયાન એક્ટરે કહ્યું હતું કે તેની મચ અવેટેડ સિરીઝ 'ધ એન્ડ' (નામ બદલાશે)ની સ્ક્રિપ્ટનું કામ થઈ ગયું છે અને ટૂંક સમયમાં શૂટિંગ શરૂ થશે. અક્ષયે કહ્યું હતું કે તેની સિરીઝ સાયન્સ ફિક્શનની સાથે સાથે એક્શન ડ્રામા પણ હશે. અક્ષય આ પ્રોજેક્ટથી ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરશે.

સેક્સ એજ્યુકેશન પર ફિલ્મ બનાવશે
અક્ષયે એમ પણ કહ્યું હતું કે તે સેક્સ એજ્યુકેશન જેવા સબ્જેક્ટ પર ફિલ્મ બનાવી રહ્યો છે. તેને સોશિયલ ફિલ્મ કરવી પસંદ છે. દેશ તથા કોઈનું પણ જીવન બદલી નાખે તેવી ફિલ્મ બનાવવા માગે છે. ફિલ્મમાં સોશિયલ સબ્જેક્ટની સાથે સાથે કોમેડી, ડ્રામા ને ટ્રેજડી હોય છે.

ફિલ્મનું નામ કે ડિરેક્ટર અંગે અક્ષયે કોઈ જ વાત કરી નહોતી, પરંતુ એમ કહ્યું હતું કે આ ફિલ્મને રિલીઝ થવામાં સમય લાગી શકે છે. એપ્રિલ કે મે મહિનામાં રિલીઝ થઈ શકે છે. હાલમાં તે એટલું જ કહી શકે કે આ ફિલ્મ તેની બેસ્ટ ફિલ્મમાંથી એક હશે.

દર્શકોને થિયેટરમાં લાવવા માટે મહેનત કરવી પડશે
કોરોના પછી બોલિવૂડ તથા હોલિવૂડમાં કમાણીમાં ઘટાડો થયો છે, આ અંગે અક્ષયે કહ્યું હતું કે તેને લાગે છે કે પહેલાં કરતાં વધુ મહેનત કરવાની જરૂર છે.

અક્ષય માટે આ વર્ષ ખરાબ રહ્યું
આ વર્ષે અક્કીની પાંચ ફિલ્મ રિલીઝ થઈ હતી, જેમાં ચાર થિયેટરમાં અને એક ડિજિટલ પ્લેટફોર્મમાં સ્ટ્રીમ થઈ હતી. 'બચ્ચન પાંડે', 'સમ્રાટ પૃથ્વીરાજ', 'રક્ષાબંધન', 'રામસેતુ' રિલીઝ થઈ હતી. આ ચારેય ફિલ્મે અપેક્ષા પ્રમાણે બિઝનેસ કર્યો નથી. 'કઠપૂતલી' ડિજિટલ પ્લેટફોર્મ પર આવી હતી. છેલ્લે અક્ષયની ફિલ્મ 'રામ સેતુ' હતી. આ ફિલ્મમાં જેકલિન ફર્નાન્ડિઝ તથા નુસરત ભરુચા હતી. આ ફિલ્મ સફળ રહી નહોતી.

અન્ય સમાચારો પણ છે...