'સમ્રાટ પૃથ્વીરાજ'માં છબરડો?:અક્ષય કુમારે ફિલ્મનો એક સીન શૅર કર્યો, યુઝર્સે આડેહાથ લેતા કહ્યું- ચા પીવા માટે દોરડું થોડું ઢીલું રાખ્યું છે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અક્ષય કુમાર હાલમાં 'સમ્રાટ પૃથ્વીરાજ'ના પ્રમોશનને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ 3 જૂને રિલીઝ થવાની છે. અક્ષયે ફિલ્મના એક સીનની તસવીર સો.મીડિયામાં શૅર કરી હતી. આ તસવીરને કારણે અક્ષય કુમારને સો.મીડિયામાં ઘણો જ ટ્રોલ કરવામાં આવ્યો છે.

અક્ષય કુમારે ફિલ્મના સીનની એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શૅર કરીને કહ્યું હતું, 'જે શત્રુનું પણ સન્માન કરે, પરંતુ યુદ્ધમાં ક્યારેય પીછેહઠ ના કરે. જુઓ મહાન યૌદ્ધાની વાત.' આ તસવીર સો.મીડિયામાં વાઇરલ થઈ છે. આ તસવીરમાં અક્ષય કુમાર સમ્રાટ પૃથ્વીરાજના રોલમાં જોવા મળે છે. અક્ષય ઉપરાંત તસવીરમાં સોનુ સૂદ પણ છે. આ સીનમાં અક્ષયના બંને હાથ બંધાયેલા છે.

ફોટો ધ્યાનથી જોવામાં આવે તો ખ્યાલ આવશે કે અક્ષયના હાથ દોરડાથી બાંધવામાં આવ્યા છે. જોકે, અક્ષયના હાથમાં જે રીતે દોરડું બાંધવામાં આવ્યું છે, તેની સો.મીડિયા યુઝર્સે મજાક ઉડાવી છે. દોરડું એ હદે ઢીલું છે કે કોઈ પણ સરળતાથી તેમાંથી પોતાનો હાથ બહાર કાઢી શકે છે.

ચા પીવા માટે દોરડું ઢીલું છે
એક યુઝરે કહ્યું હતું, 'ચા પીવા માટે દોરડું ઢીલું રાખ્યું છે.' અન્યે કહ્યું હતું, 'આટલા ટાઇટ હાથ કોણ બાંધે છે? હાથ દુખવા લાગશે.' બીજા એકે કમેન્ટ કરી હતી, 'કંઈક તો ડેડીકેશન બતાવો, ડિટેલિંગ પર કંઈક કામ કરો. ચહેરા પર ના થાક છે, ના હારવાનું દુઃખ છે.' યુઝર્સે અક્ષયની એક્ટિંગ પર પણ સવાલ કર્યા હતા.

ફિલ્મમાં કોણ કોણ છે?
પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત આ ફિલ્મમાં અક્ષય કુમારે લીડ રોલ પ્લે કર્યો છે. ફિલ્મમાં સંજય દત્ત, સોનુ સૂદ, આશુતોષ રાણા, સાક્ષી તન્વર તથા માનવ વિજ પણ છે. ફિલ્મને ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ડિરેક્ટ કરી છે અને યશરાજે પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મ તમિળ, તેલુગુ તથા હિંદીમાં રિલીઝ થશે.